Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હિંમતનગરમાં આરટીઓ સર્કલ નજીક ભંગાર સળગાવવા બાબતે પાંચ જણાએ ઉશ્કેરાઈ ત્રણને ઢોર માર માર્યો

હિંમતનગર:ના આરટીઓ સર્કલ નજીક આવેલા એક કોમ્પ્લેક્ષ આગળ મંગળવારે ભંગાર સળગાવવા બાબતે થયેલા ઝઘડામાં પાંચ જણાએ ઉશ્કેરાઈ જઈ ત્રણ ઈસમોને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. સવગઢના મહેબુબ પાર્કમાં રહેતા જાફરહુસેન મહમદમીયા શેખએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મંગળવારે ગલ્લુભાઈ તથા દેવુભાઈને ભંગાર સળગાવતા હતા ત્યારે અમો બહાર બેઠા છીએ તેથી લાઈટ આવ્યા પછી ભંગાર સળગાવજો તેમ કહેતા ગલ્લુભાઈ, દેવુસિંહ તથા અન્ય ત્રણ શખ્સોએ એકદમ ઉશ્કેરાઈ જઈ ટોળા રૂપે આવી જાફરહુસેન સાથે ઝઘડો કરતા મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ આ પાંચ જણાએ હાથમાં ડંડા લઈ આવી કહેલ કે ધુમાડો આવતો હોય તો જતા રહો તેમ કહી તેમના પર તથા અબ્દુલભાઈ અને અનવરભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી. તથા રોહિતભાઈ મકવાણાને પણ ઘાયલ કર્યા હતા. અને આ પાંચેય જણા જાફરહુસેન શેખને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. જેથી જાફરહુસેન શેખે પાંચેય જણા વિરૂધ્ધ મંગળવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
 

(6:05 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST