Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મોડાસા નજીક પરિણીતાની ભેદી સંજોગોમાં થેયલ હત્યાનો ભેદ ઉકેલાયો: ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએજ કરી હતી કરપીણ હત્યા

મોડાસા: નજીકના કોલીખડકંપાની સીમમાં આવેલાખેત ઓરડીમાં રહેતી મહિલા ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ ખૂનની કોશીશ સાથે લૂંટ કરાતાં ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.લૂંટ અને હત્યા પ્રકરણે જયારે પતિ એ જ પત્નિના ચારીત્ર્યથી વહેમાઈ મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં જણાતાં અને હત્યારા પતિએ ગુનાની કબુલાત કરી હતી. મોડાસા નજીક આવેલા કોલીખડકંપાની સીમમાં સલીમભાઈ શેઠ નામના ખેડૂતના ખેતરમાં છોટાઉદેપુર જિલ્લાના ચીચોટ ગામનો પરિવાર વસવાટ કરતો હતો. ખેતરની ખેત ઓરડીમાં રહેતા અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા બકાભાઈ નાયકાના પત્નિ ગત તારીખ ૨ એપ્રિલના રોજ ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્શોએ આ મહિલાના માથે લોખંડની ઈગલ ફટકારી જીવલેણ ઈજા પહોંચાડી જયોત્શનાબેને પહેરેલ સોનાની ચુની અને પીળી ધાતુની જુઠી બુટ્ટી- ૨ લૂંટી લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને પ્રથમ મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પીટલમાં અને ત્યાર બાદ સઘન સારવાર અર્થે અમદાવાદ ખાતેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી.પોતાની પત્નિ ઉપર લૂંટના ઈરાદે ખૂનનો પ્રયાશ કરનાર અજાણયા શખ્શો વિરૂધ્ધ પતિ બકાભાઈ માધુભાઈ નાયકા એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નીપજતાં ટાઉન પોલીસે આ ચકચારી પ્રકરણે ઈપીકો કલમ ૩૦૭ ને બદલે કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.

 

(6:05 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST