News of Thursday, 17th May 2018

હિંમતનગર:રાયગઢ નજીક ટ્રેલરના ચાલકે મહિલા રાહદારીને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

હિંમતનગર:હિંમતનગર-શામળાજી રોડ પર આવેલા રાયગઢ ગામ પાસેથી બુધવારે પસાર થઈ રહેલા એક ટ્રેલરના ચાલકે મહિલા રાહદારીને ટકકર મારતા ગંભીર ઈજાને કારણે મોત નિપજયુ હતુ. જે અંગે ગાંભોઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે બપોરના સુમોર રાયગઢ પાસેથી પસાર થઈ રહેલ ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી ટ્રેલર હંકારી રોડ પરથી પસાર થઈ રહેલ જીવતબા અભેસિંહ ચૌહાણને હડફેટે લેતા તેણીને ગંભીર ઈજા થઈ હતી. જેથી જીવતબાનું મોત નિપજયુ હતુ. ત્યારબાદ ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટ લઈને બાઈક ચાલક ભરતસિંહ કેશરીસિંહ મકવાણાને ઈજા પહોંચાડી બાઈકને નુકશાન કર્યુ હતુ. ત્યારબાદ ટ્રેલરનો ચાલક ભાગી જતા કિરણસિંહ અભેસિંહ ચૌહાણ (રહે.સીતપુર, તા.મોડાસા) એ ટ્રેલર ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
 

(6:04 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST