Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હિંમતનગરના ગુહાઇ ડેમમાંથી ગેરકાયદે માછલી પકડતી 34 નાવડીઓ ઝડપાઇ

સાબરકાંઠા:જિલ્લામાં આવેલ મોટા ડેમોમાંથી માછલીઓ પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારે હિંમતનગરના ગુહાઈ ડેમમાંથી ગેરકાયદે માછલી પકડતી ૩૪ નાવડીઓ તથા માછલી ભરેલા એક ડાલાને બુધવારે પોલીસે ઝડપી લઈ છ જણા વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા કચેરીમાં ટ્રેનીંગ લઈ રહેલા અધિકારી પ્રેમસુખ ડેલુના જણાવ્યા મુજબ હિંમતનગરના ગુહાઈ ડેમમાં રાજય સરકાર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ટેન્ડર અંદાજે રૂા.૧.૨૭ કરોડમાં ગયુ હતુ. પરંતુ આ ઈજારદારે સરકારમાં ટેન્ડરની રકમ ભરપાઈ કરી ન હોવાનું જણાતા પ્રેમસુખ ડેલુએ તે અંગે તપાસ કર્યા બાદ બુધવારે ગુહાઈ ડેમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ગુહાઈ ડેમમાં તંત્રની પરવાનગીની પરવા કર્યા વિના ૩૪ નાવડીઓ ડેમના પાણીમાંથી માછલીઓ પકડી રહી હતી.
 

(6:03 pm IST)