News of Thursday, 17th May 2018

'પ્લેયર' ફિલ્મના પ્રભાવમાં ૧૦૦ લોકોને છેતર્યા!

રાજકોટના એક શખ્સને પણ નોકરી આપવાનું કહી શીશામાં ઉતારેલઃ મયુર વાણંદ સહિત ૩ ઝડપાયા : ૨૦૦ને ઠગવાનો ટાર્ગેટ રાખેલ

વડોદરા તા. ૧૭ : મલેશિયાના મોલમાં નોકરીના નામે ૧૦૦થી વધુ લોકો સાથે ઠગાઇ કરનારા મયુર વાળંદને પોલીસે તરસાલીમાં ટ્રેપ ગોઠવી ઝડપી લીધો હતો. મયુર વાળંદે ૧૦૦ કરોડકી આબાદી વાલે દેશમે અગર બડા પ્લેયર બનના હે તો રીસ્ક ભી પડા લેના હોગા વાળા પ્લેયર્સ ફિલ્મના ડાયલોગથી પ્રભાવીત થઇને છેતરવાનું શરુ કર્યું હતું.

વડોદરા શહેરના તરસાલીના ભાવેશ રવિન્દ્ર નિકમે પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ.વ્યાસને માહિતી આપી હતી કે, હાલોલના મયુર અરવિંદ વાળંદે મલેશીયાના શોપીંગ મોલમાં નોકરી અપાવાના નામે ૧૫ હજાર પડાવ્યા છે.

બીજા યુવાનો પાસેથી પણ તેણે પૈસા લીધા છે, જેથી પોલીસે ભાવેશ અને અન્ય યુવકોને સાથે રાખી ટ્રેપ ગોઠવી હતી. પોલીસે ભાવેશ મારફતે મયુરને ફોન કરાવી લાલચ આપી હતી કે, અન્ય ૭ લોકો પણ મલેશિયા જવા તૈયાર છે. જેથી મયુર આવતાં પોલીસે તેને તરસાલી બસ સ્ટેન્ડ પાસે દબોચી લીધો હતો.

પોલીસે સુત્રધાર મયુર વાળંદ ઉપરાંત દિનેશ ગુલાબસિંહ પટેલ (રહે,બુટીયા, દાહોદ), કમલેશ રમેશ પરમાર (રહે, મોટી બાટી લાટ, દાહોદ) અને સંજય નાથુ સલાટ (રહે, રામપુરા, પંચમહાલ)ને ઝડપી લઇ તપાસ કરતાં તમામે સ્વીકાર્યું હતું કે, તેઓ કોઇને વિદેશ મોકલતા નથી પણ લોકો પાસેથી રૂપીયા જ પડાવે છે.

(3:54 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST