Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જનઔષધિ સ્ટોરમાં દવા મળતી નથી, સરકારી પરિપત્ર નિષ્ફળતાનું કબુલાતનામું

પ્રચાર કર્યો એવું કામ ન બતાવ્યું : ઇન્જેકશન ઘોકાવતા ડો.મનીષ દોશી

અમદાવાદ તા. ૧૭ : સામાન્ય માનવીને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોસાય તેવા દરે સરળતાથી મળી રહે અને જેનરીક દવાઓના સ્ટોર્સને પ્રોત્સાહન મળે તેવી મોટી મોટી - ખોટી ખોટી જાહેરાતો ચુંટણી સમયે ૧૨ કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચે હોડિંગ્સ અને અન્ય રીતે પ્રસિધ્ધિ કરનારના મોટા ભાગના જનઔષધિ સ્ટોર્સમાં દવાઓ મળતી નથી અને ચાલતા નથી તેવા તા.૮-૫-૨૦૧૮ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્રમાં નિષ્ફળતાનું સ્વીકારનામું છે. ત્યારે રૂ. ૧૨ કરોડની મોટી મોટી ખોટી ખોટી જાહેરાતો અને રૂ. ૩૦ કરોડના ખર્ચે સરકારી તિજોરીના નાણાના વેડફાટ અંગે ભાજપ સરકારની હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકારે ચુંટણી નજીક આવતા અનેક જાહેરાતો તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઓગષ્ટ ૨૦૧૬માં જન ઔષધિ સ્ટોર્સના નામે ઉદઘાટનો કર્યા. જે બાવન જેટલા જન ઔષધિ સ્ટોર્સ સરકારી હોસ્પિટલના પરિસરમાં જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી. આજે ૨૦ મહિના કરતા વધુ સમય થયો હોવા છતા જન ઔષધિ સ્ટોર્સમાં મોટા ભાગની દવાઓ દર્દીઓને મળતી નથી. ઓછા ભાવે જેનરીક દવાઓ મળશે તે અપેક્ષાએ જનઔષધિ સ્ટોર્સમાં જનાર દર્દીના પરિવારજનો નિરાશ થઇને પરત થવું પડે છેે. જનઔષધિ સ્ટોર્સમાં ઉપલબ્ધ દવાઓના ભાવો મનફાવે તે રીતે વસુલાય છે. એક જ દવાના દરેક જેનરીક સ્ટોર્સમાં અલગ અલગ કિંમત તે સ્ટોર્સના સંચાલકો વસુલે છે.

જન ઔષધિ સ્ટોર્સ એ ચંુટણી સમયે રાજય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ સાબિત થઇ છે. ઇચ્છાશકિતના અભાવે પરવડે તેવા ઓછા ભાવમાં જેનરીક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં રાજય સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે.

(3:53 pm IST)
  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST