News of Thursday, 17th May 2018

દીકરાની ચૌલ ક્રિયા માટે જમીન પર છૂટેલો ફરાર આરોપી દિલીપ વાઘેલા ખેડામાંથી ઝડપાયો

ખેડા ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ખેડા સરદાર ચોકમાં રહેતો દિલીપભાઈ સોમાભાઈ વાઘેલા જે વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગત તા.૨૨-૪-૧૮ના રોજ પોતાના દીકરાની ચૌૈલ ક્રિયામાં હાજર રહેવા માટે દસ દિવસની રજા લઈ ઘરે આવ્યો હતો. ત્યારબાદ રજા પૂર્ણ થવા છતાં વડોદરા જેલમાં હાજર થયો ન હતો. આ આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો જેને પકડી લેવાયો છે

(1:08 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST