Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કનીજ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત: ઓળખ મેળવવા તજવીજ

કનીજ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત: ઓળખ મેળવવા તજવીજ

મહેમદાવાદ-અમદાવાદ રેલવે લાઈન ઉપર કનીજ રેલવે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે પોણા બાર વાગ્યાના સુમારે પસાર થતી ટ્રેનમાંથી એક આધેડ પુરૂષ નીચે પડી ગયો હતો. જેથી અજાણ્યા પુરૂષનું ટ્રેન નીચે કપાઈ જતા મોત નિપજ્યું હતું. ૫૦ વર્ષના આશરાના અજાણ્યા પુરૂષે આખી બાયનું ભૂરા-સફેદ લાઈનીંગ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ છે. આ અજાણ્યા પુરૂષની ઓળખ થઈ નથી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે .

(1:07 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST