News of Thursday, 17th May 2018

નડિયાદ મોડાસા ટ્રેનની અડફેટે કપડવંજના પરપ્રાંતીય યુવકનું મોત

કપડવંજ જીઆઈડીમાં પરપ્રાંતિય ઈસમ ધંધો રોજગાર અર્થે રહે છે. ગઈકાલે રાત્રે જીઆઈડીસી વિસ્તારમાં રહેતો સંજય મંડલમ રામમંડેલમ (ઉંમર ૨૫ વર્ષ) રે. ગુમાડીયા બિહાર રેલવે લાઈન પરથી પસાર થતો હતો ત્યારે નડિયાદ મોડાસા ટ્રેનની અડફેટે આવી જતા કપાઈ ગયો હતો. જેથી પરપ્રાંતિય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .

(1:06 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST