Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

તારાપુરની નાની ચોકડી પાસેથી પાર્ક કરાયેલા બે બાઈકની ચોરી

તારાપુરની નાની ચોકડી પાસે આવેલી એસબીઆઈ બેંક પાસે ગત ૧૧મી તારીખના રોજ કલ્પેશકુમાર વિનુભાઈ મકવાણાએ પાર્ક કરેલું પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એપી-૩૯૭૨ તેમજ કમલેશભાઈનું પ્લેટીના બાઈક નંબર જીજે-૨૩, એએલ-૧૨૫૯નું કોઈ વાહનચોરો ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી છે..

(12:16 pm IST)