Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બોરસદની છેવાડાની સોસાયટીઓમાં રોગચાળો વકર્યો તાવ અને ઝાડા-ઉલ્ટીના રોગો:ઘેર-ઘેર માંદગીના ખાટલા

કાળઝાળ ગરમી અને પાણીની લાઈનમાં દુષિત પાણી આવતા રોગચાળો વધુ વકર્યો

બોરસદની આણંદ ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટી ૧ અને ર, જગદીશ સોસાયટી, લકુલીશ સહિતની ૭ થી ૮ સોસાયટીઓમાં છેલ્લાં ૪ દિવસથી રોગચાળાએ માથું ઊચક્યું છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકોમાં ઝાડા-ઊલટી અને તાવનો રોગચાળો જોવા મળી રહ્યો છે.

   મળતી વિગત અનુસાર આણંદ ચોકડી વિસ્તારમાં આવેલ ૭ થી ૮ સોસાયટીઓમાં પાણીજન્ય રોગચાળો પ્રસર્યો છે. લોકોને ઝાડા- ઊલટી અને તાવના રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ પાલિકાની પાણીની લાઈનમાં દુષિત પાણી આવતા રોગચાળો વધુ વકર્યો છે. આ સોસાયટીઓમાં પાલિકાની પાણીની લાઈન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્ષ થતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

(12:03 pm IST)