News of Thursday, 17th May 2018

કરમસદના તળાવની માટી કૌભાંડના કથિત ભ્રષ્ટ્રાચાર અંગે એસીબીમાં ફરિયાદ:કોંગી કાઉન્સીલરોના ઉપવાસ

કરમસદ પાલિકાના તળાવની માટી કૌભાંડના કથિત ભ્રષ્ટ્રાચાર સંદર્ભે આજે ઉપવાસ કરી રહેલા કોંગ્રેસના આઠ કાઉન્સીલરોએ એસીબીમાં લેખિત ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામી છે. એસીબી દ્વારા લેખિત ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.

   પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ નગરપાલિકા દ્વારા ૯ મે,૨૦૧૬ના રોજ તળાવ ઊંડુ કરવા માટે જાહેર નિવિદા બહાર પાડી હતી જેમાં ત્રણ તુલનાત્કમ ભાવપત્રક તૈયાર કરીને ટેન્ડર ભરવાના હોય છે પરંતુ જે ત્રણ કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા તેમણે તુલનાત્મક ભાવ ભર્યા નહોતા અને માત્ર સાદા કાગળ ઉપર ટેન્ડર ભર્યું હતુ. સંજયભાઈ ચૌહાણનું ૫૦ રૂપિયા પ્રતિ ડમ્પર દીઠ નગરપાલિકામા જમા કરાવીને તેમજ રોયલ્ટી અલગથી ચુકવવાનું પાલિકા દ્વારા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતુ. સાદા કાગળ પર મંજુર થયેલા ટેન્ડરમાં તારીખ કે લાયસન્સ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરે તા. ર૩ મે, ૨૦૧૬ના રોજ ૫૦ રૂપિયામાં એક ડમ્પર માટી વેચાણનો વર્ક ઓર્ડર આપ્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે કરમસદના નાગરિક અમિતભાઈ વાઘેલાએ ૨૦ એપ્રિલ,૨૦૧૮ના રોજ આરટીઆઈ કરી કરમસદ હદ વિસ્તારમાં આવેલ તળાવોને ઊંડા કરી માટી વેચાણ અંગે મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતા પાસે માહિતી માંગી હતી. જેના જવાબમાં ખનીજ ખાતાએ તેમની પાસેથી કરમસદ પાલિકા દ્વારા આવી કોઈ પરવાનગી લેવામાં નહીં આવી હોવાનું જણાવ્યું હતુ

(12:00 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST