Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વડતાલના પીપળીવાળા ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા: 54,530નો મુદામાલ કબ્જે

નડિયાદ: તાલુકાના વડતાલ પીપળીવાળા ખેતરમાંથી પોલીસે જુગાર રમતા પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. ચકલાસી પોલીસે જુગાર રમવાના સાધનો, રોકડ, મોબાઈલ તેમજ બે મોટર સાયકલ સહિત કુલ ૫૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


   પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ચકલાસી પોલીસને માહિતી મળેલ કે વડતાલ ગામે પીપળીવાળા ખેતરમાં હારજીતનો જુગાર રમાય છે.જેના આધારે પોલીસે રેઈડ કરતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ભાવેશભાઈ રાવજીભાઈ તલસાણીયા (રહે. મોગરી), સરફરાજ બસીરમીયાં મલેક (રહે.પેટલાદ), ધવલભાઈ રોહિતભાઈ શાહ (રહે. ડુમરાલ), જગદીશભાઈ ભાઈલાલભાઈ રાણા (રહે. સલુણ બજાર નડિયાદ), તથા દેવેન્દ્ર કનૈયાલાલ શાસ્ત્રી (રહે. કલા મંદિર, શીવકૃપા સોસાયટી, નડિયાદ) જુગાર રમતાં રંગેહાથે ઝડપાઈ જવા પામ્યા હતા.

   પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રૂપિયા ૧૪૮૦, અંગ જડતીમાં રૂપિયા ૯૯૫૦, મોબાઈલ નં.૫ કિંમત રૂપિયા ૩૫૦૦ તથા બે મોટર સાયકલ રૂપિયા ૪૦,૦૦૦ના મળી કુલ રૂપિયા ૫૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(10:54 am IST)