Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ગુજરાતમાં એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપમાં ભારે ઉછાળો

વિશ્વના ૧૦૦ મિલિયન મેમ્બરો લાભ લઇ રહ્યા છેઃ એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપના દેશના ટોપ ટેન રાજયોમાં ગુજરાત સામેલ : પ્રાઇમ વીડિયો તેમજ મ્યુઝિક લોકપ્રિય

ગુજરાતમાં એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપમાં ભારે ઉછાળો

અમદાવાદ,તા. ૧૬, અમદાવાદ શહેરમાં ભારતનાં ટોચનાં મહાનગરો કરતાં નોંધનીય રીતે એમેઝોન પ્રાઈમ મેમ્બરોની સંખ્યા વધી રહી છે. આ સાથે ગુજરાત રાજય હવે ભારતમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ માટેના ટોપ ૧૦ રાજ્યમાં સ્થાન પામ્યુ છે. જેને લઈ ઓનલાઈન બજારસ્થળ માટે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરો ઉપરાંત ગુજરાતનાં અમરેલી, દાહોદ, હિંમતનગર, પાટણ, આણંદ અને મહેસાણા જેવા નાના શહેરોમાં પણ એમેઝોન પ્રાઈમ માટે સબ્સ્ક્રાઈબ કરવામાં ગતિ આવી છે અને નાગરિકો તેનો લાભ લઇ રહ્યા છે. જેને પગલે ગુજરાતમાં એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. વિશ્વભરમાં ૧૦૦ મિલિયન એમેઝોન પ્રાઈમ મેમ્બરા પ્રાઇમના લાભો માણી રહ્યા છે એમ અત્રે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ડાયરેક્ટર અને હેડ અક્ષય સાહીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રત્યે એમેઝોનની કટિબદ્ધતા ગુજરાત એમેઝોન.ઈન માટે મહત્ત્વપૂર્ણ સ્થળ છે. એમેઝોને રાજ્યમાં ઝડપી વૃદ્ધિનેઆપવા માટે ફુલફિલમેન્ટ નેટવર્કમાં નોંધનીય રીતે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એમેઝોને આ રાજ્યમાં ૬૦૦,૦૦૦ ક્યુબિક ફીટથી પણ વધુ સંગ્રહ ક્ષમતા સાથે ૨ ફુલફિલમેન્ટ સેન્ટર (એફસી) સ્થાપ્યાં છે. આ બંને એફસી અમદાવાદમાં સ્થિત છે, જેમાં એક મોટાં ઉપકરણો અને ફર્નિચર શ્રેણી સુધીની પ્રોડક્ટોના સંગ્રહ અને પ્રક્રિયા માટે વિશિષ્ટ એફસી છે. એમેઝોનની ૫ એમેઝોનની માલિકીનાં ડિલિવરી મથકો, ૩૦ સર્વિસ પાર્ટનર નોડ્સ અને લગભગ ૩૫૦ આઈ હેવ સ્પેસ સ્ટોર પાર્ટનર્સ સાથે પ્રદેશમાં પોતાના ડિલિવરી નેટવર્કમાં મજબૂત હાજરી છે. નેટવર્ક પ્રદેશમાં ગ્રાહકોને ઝડપથી અને વિશ્વસનીય ડિલિવરી અનુભવ આપે છે. એમેઝોનના ગુજરાતમાં ૨૪,૦૦૦ વિક્રેતાઓ છે, જેમાંથી ઘણા બધા પ્રાઈમ પ્રોગ્રામ હેઠળ પ્રોડક્ટો વેચે છે. એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ડાયરેક્ટર અને હેડ અક્ષય સાહીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વિક્રેતાઓ પાસેથી પ્રોડક્ટો પ્રોડક્ટોમાં એપરલ, હોમ, કિચન, વાયરલેસ અને ઈલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકપ્રિય પ્રોડક્ટ શ્રેણીઓમાં સ્માર્ટફોન્સ, ફેશન અને બ્યુટીનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં ભારતમાં લોન્ચ કરાયેલી એમેઝોન પ્રાઈમ શોપિંગ અને મનોરંજનના લાભોનું બેજોડ સંયોજન પૂરું પાડે છે. વાર્ષિક રૃ. ૯૯૯ની કિંમત સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપના લાભોમાં પાત્ર આઈટમો પર અનલિમિટેડ ફ્રી ફાસ્ટ ડિલિવરી, નવી પ્રોડક્ટોના વહેલા અને ખાસ લોન્ચ એમેઝોન.ઈન પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સને વહેલી અને ખાસ પહોંચ, એમેઝોન પ્રાઈમ મ્યુઝિકને અમર્યાદિત પહોંચ અને એમેઝોન પ્રાઈમ વિડિયો પરથી જાહેરાત મુક્ત સ્ટ્રીમિંગનો સમાવેશ થાય છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરોમાં સ્માર્ટફોન્સ સૌથી લોકપ્રિય છે, જેમાં તેઓ વનપ્લસ, સેમસંગ, શાઓમી, એપ્પલ, ઓનર જેવી અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી મોબાઈલ ફોન્સની ખરીદી કરે છે. મેમ્બરોએ એમેઝોન ફેશન પર સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ, શૂઝ, ઘડિયાળ, જ્વેલરી અને શર્ટસમાં બેસ્ટ ડીલ્સનો લાભ લીધો હતો. મનોરંજનના પ્રવાહોમાં જોઇએ તો, ગુજરાતમાં ગ્રાહકો નવાં અંગ્રેજી પોપ ગીતો હોય કે ગુજરાતી ગીતો હોય, તેમનું સંગીત ખૂબ માણે છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરો દ્વારા એમેઝોન પ્રાઈમ મ્યુઝિક પર પ્લે કરાતાં લોકપ્રિય ગુજરાતી ગીતોમાં ગોરી રાધા ને કાડો કાન, સતરંગી રે, તારી આંખો નો અફિણી, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અને રૃડી રે રંગીલીનો સમાવેશ થાય છે. સૌથી વધુ સ્ટ્રીમ કરાતા ગુજરાતીઆલબમ્સમાં રોંગ સાઈડરાજુ, અક્ષર, લોકપ્રિય ગુજરાતી ગઝલો અને ગીતો, શ્રીનાથજી ની ઝાંખી અને ફોક એટધીરેટ કોક સ્ટુડિયો એટધીરેટ એમટીવીનો સમાવેશ થાય છે. ગુજરાતી ટોચના કલાકારોમાં દીપાલી સોમૈયા, ચેતન ગઢવી, મણિરાજ બારોટ અને મનહર ઉધાસના નામો આવે છે. આ વિશેષતાઓને લઇને જ એમેઝોન પ્રાઇમ વિશ્વભરમાં જબરદસ્ત લોકપ્રિય બની રહ્યું છે.

(9:41 pm IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST