Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

૩ મહિનાની મહેનત બાદ ઇન્ડસ યુનિવર્સિટીના વિદ્યાર્થી દિપેને બાઇકમાં અનોખી સિસ્ટમનું નિર્માણ કર્યું: હેલ્મેટ વગર બાઇક ચાલુ જ નહીં થઇ શકે

૩ મહિનાની મહેનત બાદ ઇન્ડસ યુનિવર્સિટીના વિદ્યાર્થી દિપેને બાઇકમાં અનોખી સિસ્ટમનું નિર્માણ કર્યું: હેલ્મેટ વગર બાઇક ચાલુ જ નહીં થઇ શકે

અમદાવાદઃ 22 વર્ષના એક છોકરાએ એક એવી સિસ્ટમ ડિઝાઈન કરી છે જેનાથી તમે હેલમેટ પહેર્યા વિના બાઈક ચાલુ પણ નહીં કરી શકો. ટૂ-વ્હિલર રાઈડર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને એન્જિનિયરિંગના વિદ્યાર્થી દિપેન કણસોદરિયાએ રાઈડર્સ માટે બહુ કામની સિસ્ટમ વિકસાવી છે.

દિપેને કહ્યું કે, “રાઈડર્સની સુરક્ષા અને કાયદાને ધ્યાનમાં રાખીને મેં એક સિસ્ટમ ડિઝાઈન કરી છે, સિસ્ટમ દ્વારા લોકો પાસે હેલમેટ પહેરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં રહે. જો ચાલકે હેલમેટ પહેર્યો હશે તો જ બાઈક એન્જિન શરૂ થશે. રાઈડર હેલમેટ પહેરે ત્યારે હેલમેટમાં લગાવવામા આવેલું સેન્સર એક્ટિવ થઈ જશે. પછી જ વાયરલેસ મોડ્યુલ ઇગ્નિશનને શરૂ થવા દેશે. જેથી હેલમેટ પહેરેલો નહીં હોય તો એન્જિન પણ સ્ટાર્ટ નહીં થાય.

બાઈક કે હેલમેટ ચોરી થઈ ન જાય તે બાબતને ધ્યાનમાં રાખીને દિપેને વધુ એક ફીચરનો ઉમેરો કર્યો હતો. બાઈકના માલિક લોકેશન ટ્રેસ કરી શકે અને મોબાઈલ ફોનથી જ મેસેજ મોકલીને બાઈક જ્યાં હશે ત્યાં જ બંધ કરી શકશે. બાઈકની અંદર જ સેન્સર અને સિમકાર્ડ ફિક્સ કરવામાં આવશે જેથી કમાન્ડ મોકલી શકાય.

અકસ્માત જેવા બનાવમાં સિસ્ટમમાં ઇન્સર્ટ કરેલા મોબાઈલ નંબર પર લોકેશન અને ઇમરજન્સી અલર્ટ આપોઆપ પહોંચી જશે. પેરેન્ટ્સની બાઈક સ્પીડની ચિંતા પણ હવે હળવી થઇ જશે. દિપેને એક એવી સિસ્ટમ બનાવી છે જેનાથી જો પેરેન્ટ્સ મોબાઈલથી મેસેજ મોકલશે કે સ્પીડ લિમિટ 80kmphથી વધુ ન હોવી જોઇએ તો બાઈક તેનાથી વધુ સ્પીડમાં નહીં ચાલે.

છેલ્લા ત્રણ મહિનામાં દિપેનને આ પ્રોજેક્ટમાં 8 વખત નિષ્ફળતા મળી હતી. ત્રણ ત્રણ મહિનાની મહેનત બાદ આખરે દિપેનને કામચલાઉ મોડેલ તૈયાર કરવામાં સફળતા મળી. દિપેને આ ડિવાઈઝ તૈયાર કરવામાં 6000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. દિપેને કહ્યું કે વધી રહેલા અકસ્માતના જોખમને પગલે સુરક્ષા ચિંતાનો વિષય છે. આ સિસ્ટમથી લોકો હેલમેટ પહેરતા થશે. પેટન્ટ માટે મેં અપ્લાય કર્યું છે અને આ અંગેની પ્રક્રિયા ચાલુ છે. તમામ ટૂ-વ્હિલર્સમાં આ સિસ્ટમ ફિક્સ કરવા માગું છું.

ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના પ્રોફેસર હિરેન પટેલે કહ્યું કે, “પેરેન્ટ્સ અને યુવાનો બંનેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે. અત્યારની સ્થિતિમાં પેરેન્ટ્સને બાળકો બાઈક ચલાવતા હોય ત્યારે તેમની સ્પીડ લિમિટને પગલે હંમેશા ચિંતા રહેતી હોય છે. જો કે હવે પેરેન્ટ્સ બાઈકની સ્પીડ કન્ટ્રોલ કરી શકશે તેથી તેમની ચિંતા પણ હળવી થશે. કોલેજમાં અમે બાઈકનું ટેસ્ટિંગ પણ કર્યું છે.

(7:31 pm IST)
  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST