Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 91 હજારની મતાની ઉઠાંતરી કરતા ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર આવેલી  આધાર સોસાયટીમાં હોળી પર્વની ઉજવણી કરવા ગયેલા પરિવારના બંધ મકાનને ટાર્ગેટ કરી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂપિયા ૯૧ હજાર  ઉપરાંત ના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઈ જતા પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નાલંદા પાણીની ટાંકી પાસેની આધાર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પવાર નિવૃત્ત જીવન ગુજારે છે. ગઈ ૨૮ મી માર્ચના રોજ હોળી પર્વ હોવાથી તેઓ પોતાના મકાનને તાળું મારી  અણખોલ ગામે રહેતા પુત્રના ઘરે રોકાયા હતા. બીજા દિવસે સવારે પાડોશીએ ઘરના મુખ્ય દરવાજાને તાળું તુટેલુ હોવાનું જણાવતા  પ્રકાશભાઈ  ઘરે દોડી ગયા હતા.

તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર  દિવાલ કબાટ નો સામાન વેરવિખેર કરી લોકરમાથી સોના-ચાંદીના ઘરેણાં ચોરી નાસી છૂટયો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં  સોનાની બે  લકી , સોનાની ચેન , સોનાની બંગડી , સોનાની  બુટ્ટી , સોનાનું પેન્ડલ , સોનાની બે ચુની , સોનાની બે વિટી ચાંદીના છડા તથા ચાંદીની અંગુઠી મળી કુલ 91,900 રૂપિયાની મત્તાનો સમાવેશ થાય છે. જોકે ઘટના સમયે ચોરીમાં ગયેલા ઘરેણાંના બિલ ના  હોય પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો.

(5:06 pm IST)