Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

અમદાવાદના શાહુપુરમાં પોલીસે રેડ પાડી ઘરમાં ધમધમતું જુગારધામ ઝડપી 1.56 લાખની રોકડ સાથે 8 શકુનિઓને ઝડપી પાડયા

અમદાવાદ:શાહપુર હલીમની ખડકી રોડ ખાતે નાના ભાટવાડાની પાસે પોલીસ રેડ દરમિયાન ઘરમાં જ ચાલતું જુગારખાનું ઝડપાયું છે. પોલીસ રેડ દરમિયાન કુલ રૃપિયા ૧.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નાઇટ કરફ્યૂની અમલવારી માટે શાહપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાના ભાટવાડાની બાજુમાં આવેલા ચંદનવિલાની અંદર પહેલા માળે રહેણાંક મકાનમાં જ પૂર્વશ ઠક્કર નામનો શખ્સ ગ્રાહકો પાસેથી નાણા ઉઘરાવી પૈસા પાના વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.જેના આધારે ુપોલીસે રેડ પાડતાં રૃમના ભોંયતળીયે કેટલાક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં પૂર્વેશ ઠક્કર હારજીતના ગ્રાહકો બોલાવી પૈસા પાનાથી ત્રણ પત્તીનો હારજીતનો જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા હતા. જેમાં મોહમ્મદ અંસારી, ગફુર પરાલિયા, નાસિર ખાન પઠાણ છૂટક મજૂરી જ્યારે ઈસ્માઇલ કુરેશી, મનોજકુમાર છત્રી, ભરતસિંહ ઝાલા નોકરિયાત છે જ્યારે હબીબ રાજાણી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

(5:03 pm IST)
  • હવે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન થશે? બીઍમસી મેયર કિશોર પેડનેકરે કહ્નાં છે કે, હાલની પરિસ્થિતિ જાતા મુંબઇમાં તાળાબંધી રાખવી ઍ ઍકમાત્ર વિકલ્પ બાકી છે access_time 5:37 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ફુફાળો યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 707 અને ગ્રામ્યના 52 કેસ સાથે કુલ અધધધ 759 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો લાચાર access_time 7:57 pm IST

  • મુંબઇ સામે હૈદરાબાદને હારની હેટ-ટ્રિકનો ખતરો : કલકત્તા અને બેન્ગલોર સામે પરાજય થયા બાદ વોર્નરના વોરિયર્સે આજે વધુ એક હારથી બચવા કલકતા સામે રોમાંચક જીતથી જોશમાં આવી ગયેલા ચેમ્પીયન્સને હરાવવા પડશે access_time 3:48 pm IST