Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોવિડ-૧૯ની સારવાર અને નિયમન માટે તબીબી પરિક્ષણ કરાયેલી દવા આયુધ એડવાન્સ લોન્ચ

આ 'મેક ઈન ઈન્ડિયા' સીરપથી કોવિડ-૧૯ના દર્દીઓમાં ચાર દિવસમાં જ વાયરસની સંખ્યામાં ઝડપી અને અસરકારક રીતે ઘટી હોવાનું પુરવાર થયું છે

અમદાવાદ, તા.૧૭: કોવિડ-૧૯ની બીજી લહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે, ત્યારે આ મહામારીનો ભોગ બનતાં દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે.

છોડ આધારિત પ્રવાહી ફોર્મ્યુલેશન 'આયુધ એડવાન્સ', અમદાવાદની બે સરકારી હોસ્પિટલમાં હાથ ધરાયેલી એક નહીં પરંતુ બે સદ્યન હ્યુમન કિલનિકલ ટ્રાયલ્સમાં અત્યંત અસરકારક અને સલામત હોવાનું પુરવાર થયું છે. આયુધ એડવાન્સની મદદથી અપાયેલી ચાર દિવસની સારવાર બાદ દર્દીઓમાં વાયરસની સંખ્યામાં નોઁધપાત્ર દ્યટાડો થયો હોવા ઉપરાંત તેમને કોઈ આડઅસર પણ થઈ નહોતી. આયુધ એડવાન્સ દ્વારા જે દર્દીઓની સારવાર કરાઈ હતી તે તમામ દર્દીઓ પુનઃ સ્વસ્થ (કોવિડ નેગેટિવ આવ્યા) થયા હતાં અને શરીરના તાપમાન, કફ અને શ્વાચ્છોશ્વાસની તકલીફ જેવી સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાયું હતું.

શુકલા આશર ઈમ્પેકસ પ્રા. લિમિટેડ, ગુજરાત દ્વારા બનાવાતી આયુધ એડવાન્સ એ જુદાં-જુદાં ૨૧ પ્રકારના છોડ આધારિત અર્કનું પ્રવાહી મિશ્રણ છે. આયુર્વેદિક સંહિતાઓમાં આ તત્વો માનવીય વપરાશ માટે અસરકારક અને સલામત મનાયા છે. આ વિશેષ ઔષધિય તત્વો કવોન્ટમ ટેકનોલોજી અને કોલાઈડલ સાયન્સિસની પ્રક્રિયાની મદદથી તૈયાર કરાયા છે અને તેનું એન્ગસ્ટ્રોમ-સાઈઝડ (નેનોમીટરના દસમાં ભાગનું) ના પરમાણુ જેટલું વિખંડન કરાય છે. જે તેમને વધુ અસરકારક બનાવે છે.

આ પ્રોડકટ્સની વિશેષતાઓ વિશે માહિતી આપતાં શુકલા આશર ઈમ્પેકસ પ્રા. લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી દીપ શુકલાએ જણાવ્યું હતું કે વેકિસનની ભૂમિકા જયાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેકિસનથી અલગ છે. વેકિસન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેઈન્સ સામે એન્ટીબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જોકે તેનાથી રોગ સામે ૧૦૦ ટકા રક્ષણ મળતું નહીં હોવાનું સર્વવિદિત છે. તેની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે.

આયુધ એડવાન્સે બે સદ્યન કિલનિકલ ટ્રાયલ્સ પૂર્ણ કરી છે. હજારો તબીબો દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરાઈ ચૂકયો છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું જણાયું છે. આ પ્રોડકટને રાજય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાયસન્સ અપાયું છે.

હાલમાં આયુધ અંતર્ગત બે પ્રોડકટ્સ,  આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈનનો સમાવેશ થાય છે. આગળ જણાવ્યા મુજબ  કોવિડ-૧૯થી ગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષાંગિક સારવાર છે. જોકે આ દર્દીઓના પરિવારજનોએ આ વાયરસનું સંક્રમણ તેમને ના લાગે તે માટે વિશેષ કાળજી લેવી જોઈએ, જેમાં આયુધ મેઈન્ટેઈનની  ભૂમિકા અત્યંત મહત્વની છે.

આયુધ મેઈન્ટેઈન એ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી તેનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેઈન શરીરની રોગપ્રતિકારક શકિતને વધારીને રોગાણુઓને ઓળખવાની તેની ક્ષમતા વધારે છે. અત્યાર સુધીમાં આયુધ મેઈન્ટેઈનની મદદથી ૨,૨૦,૦૦૦ કવોરન્ટાઈન્ડ પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે.

(4:05 pm IST)
  • પોરબંદર માણેક ચોક શ્રીનાથજી હવેલીમાં કાલે તા. ૧૮ થી તમામ દર્શન ભીતર (અંદર)માં થશે : મનોરથ લેવામાં નહીં આવે : શ્રીનાથજી હવેલીની યાદી access_time 9:18 pm IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST

  • કોરોના મહામારીને પહોંચી વળવા ૫૦ નવી ઍમ્બ્યુલન્સ ખરીદાશે : ગુજરાતમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સની ભારે ખેંચ સર્જાણી છે તેને પહોંચી વળવા ગુજરાતની રૂપાણી સરકારે ૫૦ નવી ૧૦૮ ઍમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય લીધો છે access_time 1:42 pm IST