Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ઉમરવા ગામ પાસે બે મો.સા.વચ્ચે અકસ્માત માં ત્રણ ને ઇજાઓ થતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ઉમરવા ગામ નજીક બે બાઇકો વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલાલભાઈ રામજીભાઈ પરમાર,રહે ઉમરવા, તા.નાંદોદ ની ફરિયાદ મુજબ જયદીપભાઈ ગીરીશભાઈ વસાવા રહે વાઘોડીયા તા.નાંદોદ નાઓ એ પોતાના કબજાની મો.સા નંબર GJ 22 M 9373 ની પુરઝડપે અને બેફામ રીતે ચલાવી લાવી તેમની મો.સા.નંબર GJ.16 R 3625 સાથે એકસીડન્ટ કરી તેમને શરીરે ગેબી ઇજા કરી તથા પાછળ બેસેલ પ્રવિણભાઈને માથામાં ઈજા પહોચાડી તેમજ પોતાને પણ  ઇજાઓ પહોચાડી ગુનો કરતા આમલેથા પોલીસે જયદીપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:24 am IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણમાં આંશિક રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 412 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 494 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:09 pm IST

  • ૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં કોરોના કેસમાં સતત પ્રથમ નંબરે: ઉત્તર પ્રદેશ ૨૭ હજાર અને દિલ્હી ૧૯ હજાર કેસ સાથે મોખરે રહેલ છે: પુણે ૧૧ હજાર અને મુંબઈ ૮૮૨૫: ગુજરાતમાં ૯ હજાર એ આંક પહોંચવા આવ્યો: એમપી ૧૧ હજાર, કર્ણાટક ૧૪ હજાર અને છત્તીસગઢ ૧૫ હજાર કેસ સાથે હાહાકાર મચાવે છે access_time 11:04 am IST

  • વધી રહેલા કોરોના સંક્રમણ ના લીધે આજ(શુક્રવાર) સાંજથી સોમવારે 6 વાગ્યા સુધી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકડાઉન કરાશે access_time 7:16 pm IST