Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગુજરાત વિધાનસભાની ૧રપ-મોરબી હડફ (અનુ. જનજાતિ) બેઠકની ચૂંટણીમાં આવતીકાલે મતદાન

ભાજપ-કોંગ્રેસ અપક્ષ સહિત ત્રણ ઉમેદવારો વચ્‍ચે જંગ : કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા સામે વિજય તથા અપક્ષવતી મહિલા ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે : બીજા મે એ થશે મતગણતરી

  • ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૧ ના રોજ ગુજરાત વિધાનસભાની ૧૨૫-મોરવા હડફ (અ.જ.જા) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે. આ પેટા ચૂંટણી માટે તા.૧૭/૦૪/૨૦૨૧ (શનિવાર) ના રોજ સવારે ૦૭.૦૦ થી સાંજે ૦ ૬.૦૦ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે તથા તા.૦૨/૦૫/૨૦૨૧ (રવિવાર) ના રોજ સવારે ૦૮.૦૦ વાગ્યેથી મતગણતરી શરું થનાર છે.

મતદારોની સંખ્યા :-

  • મતદારોની કુલ સંખ્યા ૨,૧૯,૧૮૫ છે. જેમાં ૧,૧૧,૨૮૬ પુરુષો તથા ૧,૦૭,૮૯૯ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
  • કુલ ૧૫૨ સેવા મતદારો છે.
  • મતદાર માહિતી કાપલીનું વિતરણ પૂર્ણ થઇ ગયેલ છે.

મતદાન મથકો :-

  • કુલ ૧૬૯ મતદાન મથક સ્થળોમાં સમાવિષ્ટ કુલ ૩૨૯ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.
  • પ્રવર્તમાન કોવિડ-૧૯ ની સંક્રમણની મહામારી અન્વયે ભારતનાં ચુંટણી પંચની ગાઇડલાઇન અનુસાર એક મતદાન મથક દીઠ મહતમ ૧૫૦૦ મતદારોના બદલે આ પેટા ચૂંટણીમાં મહતમ ૧૦૦૦ મતદારોની સંખ્યા રાખવામાં આવેલ છે.

હરીફ ઉમેદવારોની સંખ્યા:-

હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા ૩(ત્રણ) છે. જે પૈકી ૨ મહિલા ઉમેદવાર છે.

ક્રમ     ઉમેદવારનું નામ                          પક્ષ

૧.      કટારા સુરેશભાઇ છગનભાઇ               ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ

ર.      સુથાર નિમિષાબેન મનહરસિંહ          ભારતીય જનતા પાર્ટી

૩.      સુશિલાબેન પસોત્તમભાઇ મૈડા            અપક્ષ

EVM-VVPAT:-

  • ભારતનાં ચૂટણી પંચનાં ધોરણો મુજબ પૂરતા પ્રમાણમાં EVM-VVPATમશીનની ફાળવણી કરવામાં આવેલ છે.

માઇક્રો ઓબ્ઝર્વર:-

  • મતદાન મથકો ખાતે ૧૨૪ માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવેલ છે.

વેબ કાસ્ટીંગ:-

  • મતદાનનાં દિવસે ૬૦ જેટલા મતદાન મથકો ખાતેથી લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

સેકટર રૂટ :-

  • કુલ ૪૫ સેકટર રૂટ પર કુલ ૪૫ સેક્ટર ઓફીસરો નિયુક્ત કરવામાં આવેલ છે.

ઓબ્ઝર્વર:-

  • ચુટણી પંચ દ્વારા ૧ જનરલ ઓબ્ઝર્વર તેમજ ૧ ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવેલ છે.

ખર્ચ નિરિક્ષણ ટીમ:

  • ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ ટીમ તેમજ રાજય નશાબંધી અને આબકારી ખાતા દ્વારા
  • તા.૧૬/૦૪/૨૦૨૧ સુધીમાં રૂ.૧૦.૩૩ લાખની કિંમતનો દારૂ જમ કરાયેલ છે.
  • ઉમેદવારના ચૂંટણી ખર્ચના રજિસ્ટરની ત્રણ વાર ચકાસણી કરવામાં આવેલ છે. પ્રત્યેક ચકાસણી બાદ ઉમેદવારના ખર્ચ રજિસ્ટર મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઈટ પર અપલોડ કરવામાં
  • આવેલ છે.

ડીસ્પેચ/રીસીવિગ કેન્દ્રો;-

  • મતદાન મથક ટુકડીઓને રવાના કરવા તથા મતદાન પૂર્ણ થયે મતદાન સામગ્રી પરત મેળવવા ડીસ્પચીંગ/રીસીવિંગ કેન્દ્રો નિયત કરી જરૂરી આયોજન કરવામાં આવેલ છે. કોવિડ-૧૯ મહામારી ધ્યાને લઇને સામાજિક અંતર જળવાઇ તે રીતે ડીસ્પેચીંગ કેન્દ્રો ઉપર ૩૧ કાઉન્ટર તથા રીસીવીંગ કેન્દ્રો ઉપર ૩૧ કાઉન્ટર રાખવામાં આવેલ છે.

મતદાર જાગૃતિ કાર્યક્રમ;-

  • VVPAT અંગે જાગૃતિ લાવવા માટે તમામ મતદાન મથક વિસ્તારો ખાતે નિદર્શન યોજવામાં આવેલ હતા જેમાં ૧૯૭૯ મતદારોએ ભાગ લીધેલ હતો તથા ૧૨૦૮ મતદારોએ ટેસ્ટીંગ વોટ નાખેલ હતા.
  • આ ચૂંટણી દરમિયાન પ મતદાન મથકોનું પુર્ણત: મહિલા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે (સખી મતદાર મથક)
  • મતદારોમાં કોવિડ-૧૯ બાબતે સાવચેતી અંગે જાગૃતતા લાવવા માટે રાજ્યસ્તરે ૧૨ પોસ્ટરો તૈયાર કરવામાં આવેલ.
  • SVEEP પ્રવૃતિઓ તથા કોવિડ-૧૯ની સાવચેતી માટે Whats App, Telegram ગ્રુપ્સ,
  • Facebook al rat સોશ્યલ મિડીયાનો બહોળો ઉપયોગ કરવામાં આવેલ હતો.
  • મતદાર માર્ગદર્શિકા પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવામાં આવેલ હતી અને સંબંધિત વિધાનસભા મતવિભાગમાં કુટુંબદીઠ વહેંચણી કરવામાં આવેલ હતી.

COVID-19 એગેનું મેનેજમેન્ટ:-

  • આરોગ્ય વિભાગ હેઠળનાં અધિક નિયામક કક્ષાના અધિકારીને રાજ્ય નોડલ અધિકારી તરીકે અને જિલ્લા કક્ષાએ પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
  • COVID-19 ની માર્ગદર્શિકા અનુસરીને આશરે ૪૦૦ થર્મલ ગન, ૩૬૫૦ 1-95 ફેસ માસ્ક તથા ૩૯૬૦૦ ડીસ્પોઝેબ્લ માસ્ક, ૩૬૧૦ ફેસ શિલ્ડ, ૩૫૫૦ રબર હેન્ડ ગ્લોવ્સ અને મતદારો માટે આશરે ૨.૨૫ લાખ પોલિથીન હેન્ડ ગ્લોવ્સ (મતદાર દીઠ એક નંગ) આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી અધિકારીઓને આપવામાં આવેલ છે.
  • COVID પોઝિટીવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલિંગ પાર્ટી માટે ૧૨૬૦ પી.પી.ઇ કિટ્સ પુરી પાડવામાં આવેલ છે.
  • મતદાનના દિવસ પહેલા તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરવામાં આવશે.
  • મતદાન એજન્ટો/મતદાન અધિકારીઓ/સુરક્ષા વ્યકિતઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર અને સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે.
  • મતદાનના દિવસે તમામ મતદાન મથક સ્થળોએ કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે.
  • તાલીમ દરમિયાન, ડીસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવિંગ સમયે અને મત ગણતરીના દિવસે કોઈપણ તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રાખેલ છે.

મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના વિસ્તારમાં ઉમેદવારના બુથ ઊભા કરવા બાબત:-

  • મતદાન મથકથી ૨૦૦ મીટરના બહારના વિસ્તારમાં બુથ ઉભા કરી શકાશે.
  • બુથ ઉપર ફક્ત એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે.
  • બુથ પર ઉમેદવારનું નામ, તેમના પક્ષ અને ચૂંટણી પ્રતિક પ્રદર્શિત કરવા માટે ૩ ફુટ % ૪.૫ ફુટથી વધુ લંબાઈ-પહોળાઈ ધરાવતું ન હોય તેવું એક બેનર રાખી શકાશે.
  • અધિકૃત ચૂંટણી કર્મચારી અને પોલીસ અધિકારી સિવાયની કોઈ પણ વ્યક્તિ મતદાન મથકના આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં મોબાઈલ કે વાયરલેસ લઈ જઈ શકશે નહી કે ઉપયોગ કરી શકશે નહીં.

મત વિભાગની બહારથી ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજકીય કાર્યકર્તાઓની પ્રચાર પુરો થયા પછી મત વિભાગમાં હાજરી પર નિયંત્રણ બાબત:-

  • લોડપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬ મુજબ મતદાન પુરૂ થયાના નિયત સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.
  • જે તે મતવિભાગના મતદાર ન હોય તેવા અને મતવિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા રાજકીય પક્ષનાં કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે-તે મતવિભાગ છોડી ને જતા રહે તેની ચૂંટણી તંત્ર/પોલીસ વહીવટી તંત્ર ખાતરી કરશે.
  • છેલ્લાં ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે ઘેર-ઘેર મુલાકાત દરમિયાન એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જઇ શકશે. આ સમયગાળા દરમિયાન પક્ષના કાર્યકરો/નેતાઓ પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે, પરંતુ તેઓ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં.

Exit Poll  પર પ્રતિબંધ:-

  • તા.૨૭/૦૩/૨૦૨૧ (શનિવાર) ના સવારના ૭-૦૦ વાગ્યાથી તા.૨૯/૦૪/૨૦૨૧ (ગુરુવાર) સાંજના ૭-૩૦ના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરાવવા કે તેનું પ્રિન્ટ કે અન્ય ઇલેકટ્રોનિક માધ્યમો પરથી પ્રસારણ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૨૬ (એ)(1૧) હેઠળ પ્રતિબંધ છે.

Opinion Poll પર પ્રતિબંધ

  • મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થતા ૪૮ કલાકના સમય દરમિયાન મતદાન અંગેના અનુમાનો (Opinion Poll) કે અન્ય Poll Survey કૅ પેટા ચૂંટણી સંબંધિત કોઇ પણ બાબતને, કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૨૬ (૧)(બી) હેઠળ પ્રતિબંધ છે.

આ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી ભયમુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(9:05 pm IST)