Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

21મીએ અમદાવાદમાં પાટીદારો શક્તિ પ્રદર્શન :ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે કરશે મંથન

23મીએ મતદાન પૂર્વે અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલનમાં રણનીતિ ઘડાશે

અમદાવાદ :આગામી 21 મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાનાર છે  જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિતભાઈ  શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે આ સંમેલન મહત્વનું બની રહેઃશે તેમજ મનાય છે

   આગામી 23 એપ્રિલના મતદાન પૂર્વે 21 એપ્રિલના રોજ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણીમાં પાટીદાર મતદારોના મતદાન અંગેની ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે. આ સંમેલનમાં ગાંધીનગર લોકસભામાં રહેતા પાટીદાર મતદારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. .

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠકમાં 2.50 લાખથી વધુ પાટીદાર મતદારો છે. જો કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આગામી 21 તારીખના રોજ પાટીદારો રાજ્યના પાટનગર ખાતે શક્તિ પ્રદર્શન કરવાના છે

(9:49 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટરનું, ચૂંટણી પંચના અમુક અધિકારો દ્વારા ઓડીસાના સાંબલપુર ખાતે ચેક કરાતા, ચૂંટણી પંચે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે. access_time 9:48 pm IST

  • ફરી એકવાર અમિત શાહ ગુજરાત આવશે : ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે ૨૧મીએ આણંદ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રોડ શો કરશે access_time 4:02 pm IST