Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સુરતના કતારગામમાં એક તરફી પ્રેમમાં પાગલ પરણિત યુવાને ભાઈ બહેન પર ચપ્પુના ઘા જીકી જીવલેણ હુમલો કર્યો

સુરત: શહેરના કતારગામના ઉદયનગરમાં આજે મળસ્કે એકતરફી પ્રેમમાં પરિણીત યુવાનના ખૂની ખેલથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ધાબે સૂતેલી યુવતીના પેટમાં પેટમાં ચપ્પુનો ઉંડો ઘા મારતા તેના આંતરડા બહાર આવી ગયા હતા. તેની ચીસ સાંભળી જાગી ગયેલા તેના ભાઇને પણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. 

ચીસો સાંભળી નીચેથી દોડી આવેલા યુવતીના પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. પરિવારજનોની ચીસાચીસ સાંભળી દોડી આવેલા લોકો લોહીથી લથપથ ધાબુ જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે, હુમલાખોર યુવાન ભાગે તે પહેલા પકડીને મેથીપાક આપીને પોલીસને હવાલે કરાયો હતો. 

(5:42 pm IST)