Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આખા રાજયમાં સૌથી વધુ સરામાં મીની વાવાઝોડાએ કેર વર્તાવ્યોઃ પ૦ ગામને અસરઃ વિજ થાંભલા સાફ

રાજકોટ તા. ૧૭ :.. આખા ગુજરાતમાં ગઇકાલે કમોસમી માવઠાની અસર વર્તાઇ હતી, હીલ સ્ટેશન જેવુ વાતાવરણ થઇ ગયું હતું. અનેક ઠેકાણે તોફાની પવન-માથા ફોડી નાંખે એવા કરા પડતા, લોકોમાં ગભરાટ ફેલાયો હતો.તોફાની પવનની સૌથી વધુ ઘેરી અસર સરામાં જોવા મળી હતી, સરા અને આસપાસના પ૦ જેટલા ગામોમાં ગઇકાલે બપોરે તોફાની પવન-સાથે વરસાદ તૂટી પડયો હતો., બરફના કરા પડયા હતા, અનેક ઘરોના - દૂકાનોના પતરા-છાપરા ઉડયા હતાં. પ૦થી વધુ ગામોમાં વીજ પોલ સાફ થઇ જતા અંધારપટ છવાઇ ગયો હતો, ત્રણ સ્થળે ટ્રાન્સફોર્મર બળી ગયા હતાં. વેલાળા ગામે ઝાડ તૂટી પડતા ભેંસનું મોત થયું હતું.

(11:40 am IST)