Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચુંટણીની મોસમમાં ગુજરાતમાંથી ૫૧૮ કરોડના ડ્રગ્સની જપ્તી

વીસ દિવસમાં ડ્રગ્સ ઉપરાંત બિનહીસાબી રોકડ રકમ, સોના, ચાંદી જેવી કીંમતી ધાતુઓ અને દારૂ વગેરે મળીને કુલ ૨૫૫૦.૭૫ કરોડ રૂપિયાના માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી તા ૧૭ :   લોકસભાની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ડ્રગ્સ અને નાર્કોટિંકસની  જપ્તીનો સિલસીલો પણ પુર જોશમાં છે. ચુંટણીની મોસમ શરૂ થયા પછી  છેલ્લા વીસ   દિવસમાં ૧,૧૧૦.૦૮ કરોડ રૂપિયાનાં ૫૧,૨૫૧.૭૨ કિલો ડ્રગ્સ, અને નાર્કોટિકસ જપ્ત કરવામાં આવ્યાં છે. દેશના  ચુંટણીપંચનાં આંકડા  મુજબ ૫૧,૮૦૬ કરોડ રૂપિયાના ડ્રગ્સની જપ્તી સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે.વીસ દિવસમાં ડ્રગ્સ ઉપરાંત બિન હીસાબી રોકડ રકમ, સોના, તાંદી જેવી કીંમતી ધાતુઓ અને દારૂ વગેરે મળીને કુલ ૨૫૫૦.૭૫ કરોડ રૂપિયાના માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. સાત તબ્બકાની  ચુંટણીના પ્રથમ તબક્કામૉ ૧૧ એપ્રિલેે ૯૧ મત વિસ્તારોમાં મતદાન પુરૃં થઇ ચુકયું છે. ૨૬  માચથી૧૫ એપ્રિલ સુધીમાં ૧૧૦ કરોડ રૂપિયાનાં ૮૧,૨૫૧.૭૨૪ કિલો ડ્રગ્સ-નાર્કિોટિસ આખા દેશમાંથી જપ્ત કરવામાં આવ્યા હતાં, એમાં ગુજરાતનો હિસ્સો સોૈથી વધારે એટલે કે ૫૧૮.૦૬ કરોડ રૂપિયાનો હતો. ત્યાર પછી દિલ્હીમાં ૩૪૮.૪૮ કરોડ રૂપિયાનો, પંજાબમાં ૧૫૪.૯૫ કરોડ રૂપિયાનો, મણીપુરમાં ૩૧.૨૪ કરોડ રૂપિયાનો અનેકેરળમાં ૧૯.૭૯ કરોડ રૂપિયાનો જથ્થો નપ્ત કરવામાં આવ્યો હતો. આખા દેશમાં ૨૦ દિવસમાં સરેરાશ દરરોજ ૨૫૬૨.૫૫ કિલો ડ્રગ્સની જપ્તી નોંધાઇ છે

સોૈથી વધારે ડ્રગ્સ-નાર્કોટિકસ કયાં પકડાયાં?

- ૫૧૮.૦૬ કરોડ ગુજરાત

- ૩૪૮.૪૮ કરોડ  દિલ્હી

- ૧૫૪.૯૫ કરોડ પંજાબ

-  ૩૧.૨૪ કરોડ મણીપુર

-  ૧૯.૭૯ કરોડ કેરળ

૨૬ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી જપ્તીના આંકડા

- ૧૧૧૦.૦૮ કરોડ રૂપિયાના ડ્રગ્સ- નાર્કિોટિકસ

- ૬૭૫.૮૦૪ કરોડ રૂપિયા - બિનહીસાબી  રોકડ રકમ પકડાઇ

- ૫૦૩.૪૯૫ કરોડ રૂપિયા સોના-ચાંદી જેવી કિંમતી ધાતુ પકડાઇ

- ૨૧૧.૭૫૪ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો

- ૪૯.૬૨૩ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો

- ૧૫૫૦.૭૫ કરોડ રૂપિયા- જપ્ત કરાયેલી ચીજોની કુલ કિંમત

(11:39 am IST)