Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

શામળાજી નજીકના ખારી ગામે પરણીતાએ બે સંતાનો સાથે અગ્નિસ્નાન કર્યું :ત્રણેયના મોત:પતિ સહીત ત્રણ વિરુદ્ધ ગુન્હો

પરીણિતાના પિયારિયાઓએ પતિ દૂરગેશ વસાવા, દિયર અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેના ખારી ગામમાં પરિણીતાએ પોતાના બે સંતાનો સાથે અગ્નિસ્નાન કરતા ત્રણેયના શરીર સંપૂર્ણ બળી ગયા હતા જેને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ ત્રણેયના મોત નિપજયા છે આ મામલે પરીણિતાના પિયારિયાઓએ શામળાજી પોલીસ મથકમાં પતિ દૂરગેશ વસાવા, દિયર અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે

    ગત 16 એપ્રિલે બનેલી આ ઘટના  બની હતી ત્રણેયને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સાસરિયાઓના ત્રાસના કારણે પરિણીતાએ આવું પગલું ભર્યું હોવનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે આ અંગે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઘોરવાળા ગામની યુવતી સોનિયા બેનના લગ્ન શામળાજી પાસે આવેલ ખારી ગામના દૂરગેશ કાંતિભાઈ વસાવા નામના યુવક સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં બે સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર અને 11 માસની પુત્રી છે. શરૂઆતમાં લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યું પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનિયા બેનને તેમના પતિ દૂરગેશ વસાવા તેમજ દિયર અને નણંદ અવાર નવાર ઘરકામ વગેરે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

   સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણીતા સોનિયા બેનને લાગી આવ્યું હતું. જેથી ગત 16 એપ્રિલ સોમવારે પોતાના ખારી ખાતે આવેલા ઘરમાં જ પાંચ વર્ષના પુત્ર જૈનિક અને 11 માસની પુત્રી નિધિના શરીરે કેરોસીન છાંટી પોતાના શરીર પર પણ કેરોસીન છાંટી દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યું હતું.

(11:58 pm IST)