Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

13મી જુલાઈએ જમાલપુરથી ભગવાન જગદીશની રથયાત્રા :અખાત્રીજે રથનું પૂજન કરી તૈયારી શરુ

13મી જુલાઈએ જમાલપુરથી ભગવાન જગદીશની રથયાત્રા :અખાત્રીજે રથનું પૂજન કરી તૈયારી શરુ

અમદાવાદ ;આગામી 13 જુલાઈએ અમદાવાદના જમાલપુર મંદિરથી ભગવાન જગદીશની 141મી રથયાત્રા નીકળશે.અખાત્રીજના દિવસથી ભગવાનના રથનું પૂજન કરી તેનાં સમારકામનો પ્રારંભ કરીને રથયાત્રાની તૈયારીઓ શરુ કરાઈ છે
  અમદાવાદની રથયાત્રા એક દિવસની હોય પણ તેની શરૂઆત અખાત્રીજના દિવસથી જ થઈ જાય છે. રથયાત્રાને લઈને વિવિધ પરંપરાગત તૈયારીઓ વણજોયા મુહૂર્ત ગણાતા અક્ષય તૃતીયાના દિવસથી શરૂ કરવામાં આવે છે. આ દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત રીતે પૂજન કરીને તેના સમારકામની શરૂઆત કરી રથોની સફાઇ કરી તેને સજાવામાં આવશે.

   જગન્નાથ પુરીમાં દર વર્ષે અખાત્રીજના દિવસથી લાકડામાંથી નવા રથ બનાવવાનો પ્રારંભ થાય છે. પરંતુ અમદાવાદમાં જૂના રથનું સમારકામ કરીને તેમાં શણગાર કરવામાં આવે છે. આ વર્ષે જેઠ મહિનામાં અધિક માસ આવે છે. પ્રથમ જેઠ મહિનો અધિક હોવાથી રથયાત્રા એક મહિનો મોડી નિકળશે. જેને કારણે રથયાત્રાની તૈયારી કરવામાં વધુ એક મહિનો મળશે.

(11:55 pm IST)
  • સુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST