Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વસો તાલુકાના કરોલી નગરીમાંથી ખેડા પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

ખેડા:એલ.સી.બી. ખેડા પોલીસે વસો તાલુકાના કરોલી નગરીમાંથી ૧.૧૧ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડીને ફરાર થઈ ગયેલા બુટલેગરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
એલસીબી પોલીસનેે મળેલ માહિતી આધારે વસો તાલુકાના કરોલી પોડેરાનગરીમાં રહેતા બાબુભાઈ ચીમનભાઈ પરમાર ચોરી છુપીથી વિદેશી દારૂ લાવી પોતાના ખેતરમાં ઓરડીમાં તેમજ તેમના ઘર આગળ રહેતા રાજુભાઈ શીવાભાઈ પરમાર તથા પ્રભાતભાઈ છબાભાઈ પરમારના ઘરમાં વિદેશીદારૂ સંતાડી વેચાણ કરે છે. જેથી પોલીસે રેઈડ કરતા બાબુ ચીમનભાઈ પરમાર પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે રાજુભાઈ શીવાભાઈ પરમારના ઘરમાંથી બીયરટીન નં.૭૨૦ તથા પ્રભાતભાઈ પરમારના ઘરમાંથી બીયરટીન નં.૧૨૦ તથા પ્રભાતભાઈ પરમારના ખેતરની ઓરડીમાંથી બીયર ટીન નં.૨૪૦ મળી કુલ બીયરટીન નં.૧૧૦૪ તથા વિદેશી દારૂની બોટલ નં.૩ રૂ.૧૫૦૦ મળી કુલ રૂ.૧,૧૧,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

(4:35 pm IST)