Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

આણંદ પેરોલ ફ્લો સ્ક્વોડે રાત્રીના સુમારે અમીયાદની સીમમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ:ના પેરોલ ફર્લો સ્ક્વોડે ગઈકાલે રાત્રીના સુમારે બોરસદ તાલુકાના અમિયાદ ગામે ઘનશ્યામપુરા સીમમાંથી કારમાં લઈ જવાતો .૧૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ જપ્ત કરીને કુલ .૭૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

મળતી વિગતો અનુસાર ગઈકાલે પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી કે, કણભા બસસ્ટેન્ડ પાસે રહેતો શૈલેષભાઈ ઉર્ફે લાલો ગીરીશભાઈ પઢિયાર વિદેશી દારૂ વેચવાનો ધંધો કરે છે અને તેના ઓળખીતા નિલેશભાઈ વિક્રમભાઈ પરમારને સીલ્વર કલરની ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લેવ માટે મોકલ્યો છે અને દારૂ અમિયાદ ગામની ઘનશ્યામપુરા સીમમાં સંતાડવામાં આવનાર છે જેના આધારે પોલીસ અમિયાદ ગામે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક ઈકો કાર નંબર જીજે-૨૩, એએફ-૯૫૧૯ની આવી ચઢતા ંપોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી ચાલક નિલેષ પરમાર ઘનશ્યામપુરા સીમમાં કારને ઉભી કરીને ત્યાંથી અંધારામાં ફરાર થઈ ગયો હતો

પોલીસે કારની તલાશી લેતાં અંદરથી રોયલ બ્લ્યુ વિસ્કીની ૧૧૪૮ બોટલો તેમજ વોડકાની ૧૧ બોટલો મળીને કુલ ,૧૯,૨૦૦નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર સાથે કુલ ,૭૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને બન્ેને વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો વીરસદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:34 pm IST)