Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સે-3ના મકાનમાંથી 1.60 લાખની મતાની ઉઠાંતરી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે શહેરના સે-૩/સીમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઉપરના માળે સુઈ રહેલો પરિવાર સવારે નીચે આવતાં આ ચોરી અંગે જાણ થઈ હતી અને આ સંદર્ભે સે-૭ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. શહેરમાં બપોરના સમયે પણ બંધ મકાનોને નિશાન બનાવવાની ઘટના બની રહી છે. ત્યારે શહેરના સે-૩/સી પ્લોટ નં.૧૪૩૮/૧માં રહેતાં કૃણાલ ઈલેશકુમાર શ્રીમાળી રાત્રે તેમનું મકાન બંધ કરીને ઉપરના માળે સુવા માટે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના મુખ્ય દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને નીચેના માળે રહેલી તીજોરીનું તાળું તોડી તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરી લીધી હતી.

 

 

(4:31 pm IST)