Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

વડોદરા: સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 10 વર્ષીય બાળકના મોતથી અરેરાટી

વડોદરા:માં લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે ખુલાસો ગળે ઉતરે તેવો નથી. સ્વિમિંગ પૂલ સત્તાવાળાઓનું કહેવું છે કે બાળક પ્રેશ્રક ગેલેરીમાંથી કૂદીને આવ્યો હતો. જ્યારે સવાલ થાય છે કે આવા સંજોગોમાં સુરક્ષા કર્મીઓ ક્યાં હતા. વળી પ્રેક્ષક ગેલેરીની દિવાલ જાડી અને 12 ફૂટ ઉંચી હતી તો તે કોના કેવાથી 4 ફૂટની કરી દેવામાં આવી હતી ?

સોમવારે સાંજે વડોદરા લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો થયો છે તે છે કે બાળક કોઈ રજીસ્ટર્ડ તરણવીર કે ટ્રેઈની નથી, તે માત્ર જોવા આવ્યો હતો. તે  પ્રેક્ષક ગેલેરીમાંથી જાડી દિવાલ કૂદીને પૂલમાં પડ્યો હતો.

લાલ બાગ સ્વિમિંગ પૂલના મેનેજર બચુભાઇ રાઠવાએ જણાવ્યું કે બાળક જાડી કૂદીને આવી ગયો. કોચનું ધ્યાન રહ્યુ જેથી ઘટના બની. જોકે મેનેજરે કબુલ્યું કે સુરક્ષા કર્મી તૈનાત કરવાની જરૂર હતી. જે હવે કરવામાં આવશે. જોકે જાણવા પણ મળ્યું કે જે જાડી કૂદી બાળક અંદર આવ્યો તે પહેલા 12 ફૂટ હતી જે હાલ 4 ફૂટ કરી દેવામાં આવી છે.

(4:29 pm IST)
  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST