Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

દરરોજ ૧૦ હજાર વાહનો પસાર થતા હશે તે રસ્તાને નેશનલ હાઇ-વેનો દરજજો

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત

ગાંધીનગર તા.૧૭: કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું છે કે, જે રોડ ઉપરથી દરરોજ ૧૦ હજાર વાહનો પસાર થશે. તે રસ્તાને નેશનલ હાઇ-વે નો દરજજો આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા એ વધુમાં જણાવ્યું છેઙ્ગકેન્દ્ર સરકાર દ્વારા રસ્તા ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યાના આધારે નેશનલ હાઇ-વે જાહેર કરવાની નિતિમાં ફેરફાર કર્યો છે. મનસુખભાઇ માંડવીયા એ વધુમાં કહ્યું કે હવે ૧૦ હજાર વાહનો પસાર થશે તો તે રસ્તાને નેશનલ હાઇ-વેનો દરજજો અપાશે. આ અગાઉ ૧૫ હજાર વાહનો પસાર થતા હોય તેવા રસ્તાને નેશનલ હાઇ-વે જાહેર કરવામાં આવતો હતો. (૧.૧૬)

(4:07 pm IST)