Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નર્મદા ડેમમાં પાણીની આવક બંધ? સપાટીમાં સતત ઘટાડો ગંભીર સમસ્યા સર્જાવાનો ભય

રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક બંધ થઇ જતા ડેમની પાણીની સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોઇ આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

 

રાજયના કેટલાય વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન પાણીની તંગીની ફરીયાદો ઉઠવા પામતા તંત્ર તરફથી દોડધામ વધારી આયોજનો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયુ હતુ.

રાજયમાં પાણીનો મુખ્ય સ્ત્રોત એવી સરદાર સરોવર નર્મદા ડેમમાં જે રીતે સતત પાણીની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે અને તેમાંય વળી હવે છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાંથી  આવતા પાણીની આવક સદંતર બંધ થઇ જવા પામતા હાલમાં ડેમમાં જે પાણી છે તેમાંથી ગુજરાત સહિત અન્ય રાજયનો હિસ્સો હોઇ આપણને કેટલુ અને કયાં સુધી પાણી મળી શકે તે અંગે ગણતરીઓ તથા અનેુમાનો કરવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમમાં  હાલમાં પાણીની સપાટી ૧૦૪.૮૧ મીટર પર પહોંચી છે અને પાણીની આવક બંધ થતાં અને જાવક સતત ચાલુ હોઇ સપાટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે ત્યારે હવે આગળ પાણી માટે  કેવી સ્થિતી ઉભી થાય છે તેની કલ્પના કરવી રહી. હાલમાં આઇબીપીટી  ટનલમાંથી ગુજરાતને પીવા માટેે ૨૩૪૬ કયુસેક પાણી આપવામાં આવી રહ્યુ છે.

આમ હવે આગામી સમયમાં મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી ગુજરાતને પાણી નહીં મળે તો વિકટ પરિસ્થિતિ સર્જાય તેેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજયોને રોજેરોજ અપાતા પાણીના જથ્થાને લઇ ડેમમાં પાણી ઘટી રહ્યુ હોઇ તેની સામેે ઉપરવાસમાંથી પાણી મળી રહે તે અત્યંત આવશ્યક છ.

(11:34 am IST)