News of Monday, 16th April 2018

નવસારીમાં પાણી પ્રશ્ને હલ્લાબોલ :વાંસદાના ધારાસભ્ય અને પંચાયતના સભ્યો કચેરીએ દોડી ગયા

નવસારીમાં પાણી પુરવઠાની તાંત્રિક કચેરી ખાતે પાણી મુદ્દે હલ્લાબોલ થયો હતો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોએ હલ્લાબોલ કર્યો હતો  કચેરીમાં જમીન પર બેસીને પાણીની તંગી મુદ્દે વિરોધ વ્યક્ત કરીને દેખાવ કર્યા હતા
  સરકારે બોર બનાવવાની મંજૂરી આપતાં પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો ભૂગર્ભ જળ નીચે જતાં રહેતા સ્થાનિકોને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ચીખલીમાં પાણી પુરવઠાની કચેરીએ હલ્લાબોલ કરીને બોર કરી આપવાની માગ સાથે દેખાવ કર્યા હતા. તો આગામી સમયમાં ચીખલી અને ખેરગામના લોકોએ પણ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી. મામલો ઉગ્ર બનતાં કાર્યપાલક ઈજનેરે બોર માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું

(1:00 am IST)
  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST