Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હવે 68 લાખ ગુનેગારોની માહિતી આંગણીના ટેરવે :ગુજરાતમાં કોઈ ગુનેગાર છટકી નહીં શકે:પોકેટ કોપ - મોબાઈલ એપ લોન્ચ

 

ગાંધીનગરઃપાટનગરમાં પોકેટ કોપ અને મોબાઇલ એપ લોન્ચ કરાઈ છે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુંભાવોની ઉપસ્થિતિમાં લોન્ચ કરાયેલ એપ કાયદો-વ્યવસ્થાને સઘન બનાવવા માટે તૈયાર કરી છે પોકેટ કોપ દ્વારા પાસપોર્ટ વેરિફિકેશન કરી શકાશે. તહોમતદાર સર્ચ, વાહન સર્ચ તથા મિસિંગ સર્ચ કરી શકાશે.

  ગૃહ રાજ્યમંત્રીએ એપ લોન્ચ પ્રસંગે કહ્યું કે, -ગુજકોપમાં ટેક્નોલોજીથી ક્રાઇમ ઘટાડી શકાય છે. 33 જિલ્લા અને 6 યાત્રાધામો પર પર CCTV લાગાવાશે. પોલીસ ઘરે જઇ પાસપોર્ટ વેરિફિકેશન જેવા કામો કરશે. ચાલુ વર્ષે 5,500 નવી પોલીસ ભરતી થશે. પોલીસને પોકેટ કોપ નામનું નવું વેપન મળ્યું છે. ગુજરાતમાં કોઇ ગુનેગાર છટકી નહીં શકે.

   સીએમ રૂપાણીએ પણ એપ, CCTV અને -મેમોને લઇ નિવેદન આપ્યું હતું. આગામી 3 મહિનામાં CCTV નેટવર્ક ઉભા થઇ જશે. 2 દિવસમાં 4.75 લાખના 1600 -મેમો અપાયા છે. AK-47 કરતાં મોટું શસ્ત્ર પોલીસના હાથમાં આવ્યું છે.

   ગુજરાત પોલીસની મોબાઇલ ગર્વનન્સ ક્ષેત્રે નવતર પહેલ થવા જઇ રહી છે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દરેક તપાસ અધિકારી, પી.સી.આર. વેન અને પાસપોર્ટ વેરીફીકેશન સાંભળતા પોલીસ કર્મચારીઓને પોકેટ કોપ પ્રોજેક્ટ અન્વયે 4900 સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે

    સ્માર્ટ મોબાઈલ ફોનમાં 4 એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. તેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુન્હેગાર શોધ, ખોવાયેલી વ્યક્તિ ની શોધ, વાહન શોધનો સમાવેશ થાય છે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે હવે પોકેટ કોપનું રાજ્યવ્યાપી અમલીકરણ થશે

    ગુજરાત પોલીસ નવી ભરતીમાં નવા કર્મચારીઓ ટેકનોલોજીના જાણકાર છે. ગુજરાતમાં આગામી 3 મહિનામાં તમામ જિલ્લાને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરી દેવાશે. તકે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હવે પોલીસ કર્મીઓને મોબાઈલમાં 68 લાખ જેટલા ગુન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ ઉપલબ્ધ થવાથી કાર્યદક્ષતા વધશે અને ગુન્હેગારોની હિંમત તૂટી જશે. તથા ગુજરાત સલામતી સુરક્ષામાં શિરમોર બનશે.

(11:56 pm IST)