Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ખંડણી કેસ : નરોડા પોલીસની ટીમે મનીષાને પકડવા કચ્છમાં

વેપારી પાસેથી દસ લાખની ખંડણી માંગવાનો કેસઃ પોલીસની નખત્રાણાના ધાવડા સહિતના સ્થળ પર તપાસ

અમદાવાદ,તા. ૧૬: શહેરના નરોડા વિસ્તારના વેપારી અને કચ્છના અબડાસાના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળી પાસેથી રૃ. દસ કરોડથી ખંડણી માંગવાના ચકચારભર્યા પ્રકરણમાં નરોડા પોલીસની ટીમે આરોપણ મહિલા મનીષા ગોસ્વામીની તપાસ માટે કચ્છ ખાતે ધામા નાંખ્યા હતા. પોલીસે મનીષા ગોસ્વામીની ભાળ મેળવવા નખત્રાણાના ધાવડા ગામે પણ તપાસ હાથ ધરી હતી. જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ મનીષા ગોસ્વામી નામની મહિલાએ તેમને ફસાવી તેમને શહેરની એક હોટલમાં લઇ જઇ કોઇક પદાર્થ પીવડાવી બેભાન બનાવી તેનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ તેના આધારે બ્લેકમેઇલ કરી રૃ.દસ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે નરોડા પોલીસ આજે કચ્છ પહોંચી હતી. જો કે, સુનીલ ભાનુશાળીની ફરિયાદ બાદ બીજા દિવસે મનીષા ગોસ્વામી નામની આ મહિલાએ એક વીડિયો વાયરલ કરી એવો દાવો કર્યો હતો કે, તેણી ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના મોટા મોટા કૌભાંડો જાણે છે અને તેની એક જમીન ખાલી કરાવવા અને જયંતિ ભાનુશાળીના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ ના થાય તે માટે તેની પર ખોટુ દબાણ ઉભુ કરવા તેની વિરૃધ્ધ આ ફરિયાદ કરાઇ છે. મહિલાના આ આક્ષેપોને પગલે સમગ્ર કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. મનીષા ગોસ્વામી નામની મહિલાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, પોલીસે તેની પાસેથી કેટલાક બાંહેધરીપત્ર પર બળજબરીપૂર્વક તેની સહીઓ લઇ લીધી છે અને લખાણ લેવડાવ્યું છે. પોલીસે મહિલાના આ આક્ષેપોને લઇને પણ તપાસ શરૃ કરી છે. જો કે, મનીષા ગોસ્વામી નામની આ મહિલા મૂળ કચ્છની વતની હોવાથી નરોડા પોલીસની ટીમે આજે કચ્છમાં ધામા નાંખ્યા હતા.

પોલીસ સ્ટાફના માણસો આજે નખત્રાણાના ધાવડા ગામ સહિતના જુદા જુદા સ્થળોએ આરોપણ મહિલા મનીષા ગોસ્વામીની શોધખોળ આદરી હતી. પોલીસે સ્થાનિક શકમંદોની પૂછપરછ પણ કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.  ઉલ્લેખનીય છે કે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વેપારી સુનીલ ભાનુશાળી પાસેથી મનીષા ગોસ્વામી અને તેના પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રૃ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવતી હતી, જેનાથી કંટાળીને આખરે વેપારીએ નરોડા પોલીસમથકમાં મહિલા આરોપી મનીષા ગોસ્વામી અને તેના પતિ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. વેપારીના આક્ષેપ મુજબ, મનીષા ગોસ્વામી તેમને શહેરની એક હોટલમાં લઇ ગઇ હતી, જયાં તેમને કોઇક પદાર્થ પીવડાવી બેભાન બનાવી દીધા હતા અને તે પરિસ્થિતનો લાભ લઇ તેમનો બિભત્સ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સમાજમાં તેમને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપી પતિ-પત્ની દ્વારા તેમની પાસે રૃ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવતી હતી. અત્યારસુધીમાં વેપારી પાસેથી આ મહિલા અને તેના પતિએ રૃ.૫૦ લાખ જેટલી માતબર રકમ તો પડાવી પણ લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

(9:51 pm IST)
  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST