Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મધરાત્રે વડોદરામાં પરિણીતાની એકલતાનો લાભ લઇ યુવાને છેડતી કરી

વડોદરા:આર્મિમાં ફરજ બજાવતા ભાઈને રેલવે સ્ટેશન પર છોડીને ઘરે પરત જઈ રહેલી યુવાન પરિણીતાને રોડ પર એકલી ઉભેલી જોતા જ ફતેગંજ ઈએમઈના જવાને યુવાન પરિણીતા પાસે બિભત્સ માગણી કરીને તેની છેડતી કરી હતી. પરિણીતાએ બુમરાણ મચાવતા જ નજીક ઉભેલા તેના ભાઈઓએ દોડી આવી ઈએમઈ જવાનને ઝડપી પાડી નવાપુરા પોલીસના હવાલે કર્યો હતો.

શહેરના મદનઝાંપા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય પરિણીતાનો ભાઈ કાશ્મીર રાજોરી ખાતે બીએસએફમાં ફરજ બજાવે છે. તાજેતરમાં તેનો ભાઈ રજામાં ઘરે આવ્યા બાદ ગઈ કાલે પાછો કાશ્મીરમાં ફરજ પર જતો હોઈ પરિણીતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે ભાઈને રેલવે સ્ટેશન પર છોડવા માટે ગઈ હતી. ભારે હૈયે ભાઈને વિદાય આપીને પરિણીતા તેની એક્ટિવા પર તેના ભાઈઓ અને પરિવારજનો સાથે ઘરે પરત જવા માટે નીકળી હતી. તેઓ કીર્તિસ્તંભ પાસેથી પસાર થતા હતા તે સમયે પરિણીતાના પાછળ આવી રહેલા ભાઈની બાઈક બંધ પડી જતા પરિણીતા તેની રાહ જોવા માટે થોડેક આગળ ઉભી રહી હતી.
દરમિયાન રાત્રે એક વાગે તેને એકલી ઉભેલી જોતા ત્યાં બાઈક પર આવેલા ઈએમઈમાં ફરજ બજાવતો ૨૭ વર્ષીય પ્રકાશચંદ્ર બાનમાલી શેટ્ટી (મહેશ સોસાયટી,ફતેગંજ ફ્લાયઓવર બ્રીજની પાસે)ની દાનત પરિણીતા પર બગડી હતી. તેણે તુરંત પરિણીતા પાસે જઈને 'ચલ મેરે સાથ..સામને ગ્રાઉન્ડ મે આના હૈ' તેવી બિભત્સ માગણી કરીને અશ્લીલ ઈશારા કર્યા હતા. દરમિયાન અજાણ્યા યુવકે કરેલી અઘટિત માગણીઅને ઈશારાઓથી ગભરાયેલી પરિણીતાએ બુમરાણ મચાવતા નજીક ઉભેલા તેના ભાઈઓ તુરંત તેની પાસે દોડી ગયા હતા. પરિણીતાએ તેઓને પ્રકાશચંદ્રની કરતૂતની જાણ કરતા તેઓએ તેને તુરંત ઝડપી પાડયો હતો અને પોલીસ કન્ટ્રોલ રૃમમાં તેની જાણ કરી હતી.ઘટનાસ્થળે તુરંત પોલીસવાન આવી જતાં તમામને પોલીસ મથકમાં લઈ જવાયા હતા. આ બનાવની પરિણીતાની ફરિયાદના પગલે પોલીસે ઈએમઈ જવાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. છેડતી કરનાર ઈએમઈ જવાન હાલમાં ફતેગંજ ખાતે ફરજ બજાવતો હોવાનું નવાપુરા પોલીસે જણાવ્યું હતું.
 

(8:01 pm IST)
  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST