Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બોરસદના અમીયાદમાં પાડોશી યુવકે યુવતીને ફસાવી બળાત્કાર ગુજારતા કોર્ટે જેલમાં મોકલ્યો

આણંદ: જિલ્લાના બોરસદ તાબે અમીયાદ ગામે બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી હતી.ગામની એક યુવતીને તેના નજીકમાં જ રહેતા યુવકે પટાવી-ફોસલાવી સુરતથી મુંબઈ જતી વખતે લક્ઝરી ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં તેણીની મરજી વિરૃધ્ધ પાશ્વી બળાત્કાર ગુજારી કુકર્મ આચર્યું હતું. આ ઘટનામાં યુવતિ અને ઈસમને ઝડપી મેડીકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજુ કરતા ઈસમને કોર્ટ દ્વારા કસ્ટડીમાં ખસેડવાનો હુકમ કરાયો હતો.ચ

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાબે અમીયાદ ગામે આઝાદ ચોક ખાતે રહેતા મેહુલભાઈ રાજેશભાઈ સોલંકી (હરીજન)ને તેના જ વિસ્તારમાં રહેતી યુવતિ સાથે મિત્રતા કરી  બહાર ગામ લઈ જવાનું જણાવી પાશ્વી બળાત્કારને અંજામ આપ્યો હતો.જેમાં તા.૨૩ માર્ચ, ૨૦૧૮ના રોજ આ બંને જણાંએ મુંબઈ ફરવા જવાનું આયોજન કરીે સુરતથી મુંબઈ જવા માટે લક્ઝરી ટ્રાવેલ્સ બસમાં રવાના થયા હતા.

આ સમયનો લાભ લઈ મેહુલભાઈ રાજેશભાઈ સોલંકીએ રસ્તામાં સ્લીપર કોચમાં ચાલુ ગાડીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિરસદ પોલીસે મેહુલભાઈ રાજેશભાઈ સોલંકી (હરીજન) (રહે.અમીયાદ, આઝાદ ચોક, તા.બોરસદ)ની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યારે ગઈ કાલે આ ઈસમ તથા યુવતિને મેડીકલ માટે મોકલી અપાયા હતા.ત્યાર બાદ ઉક્ત ઈસમને કોર્ટમા ંરજુ કરતા કોર્ટ દ્વારા તેને જેલ કસ્ટડીમાં ખસેડવાનો હુકમ કરાયો હોવાની માહિતી પોલીસ સુત્રોએ જણાવી હતી.

(8:00 pm IST)