News of Monday, 16th April 2018

ઘાટલોડિયામાં ખાખરા વેચવા આવેલ યુવકે વિકૃતતાની હદ વટાવી: કિશોરીને બાથમાં લઇ શારીરિક અડપલાં કરતા ચકચાર

અમદાવાદ:ઘાટલોડિયામાં ખાખરા-પાપડ વેચવા આવેલા યુવકે વિકૃતતાની હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, યુવકે વાસણ ઘસી રહેલી માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઇ લીધા બાદ શારિરીક અડપલાં કર્યા હતા. આ બનાવ અંગે ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો.

આ કેસની વિગત એવી છે, ઘાટલોડિયામાં કર્મચારીનગર પાસે આનંદબાગ એપાર્ટમેન્ટમાં રહેતો અને ઘેર ઘેર ફરસાણ વેચવાનો ધંધો કરતો નિરવ દિલીપભાઇ શાહ (ઉ.વ.૩૪) ગઇકાલે બપોરે ઘાટલોડિયા વિસ્તારમાં સોલા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક વ્યકિતના ત્યાં ખાખરા-પાપડ વેચવા માટે ગયો હતો. ઘરમાં મા-દિકરી એકલા હતા, ૧૩ વર્ષની દિકરી ડ્રોઇંગ રૃમમાં હાજર હતી અને તેની માતા ચોકડીમાં વાસણ ઘસતી હતી.

યુવકે માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઇ લીધી હતી ત્યારબાદ ગળાના ભાગે કિસ કરીને છાતી પર હાથ ફેરવીને શારિરીક અડપલાં કર્યો હતા. જો કે યુવકની આ પ્રમાણેની વિકૃત હરકતોથી ડઘાઇ ગયેલી કિશોરી બાથરૃમમાં પુરાઇ ગઇ હતી.યુવક ગયા બાદ માતાને બુમ પાડતાં દિકરીએ બહાર આવીને આ હકીકતની માતાને જાણ કરી હતી.

જેથી પરિવારના સભ્યોએ યુવકને પાપડ-ખાખરા લેવાના બહાને પરત બોલાવ્યો હતો અને પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરીને પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં યુવક છેલ્લા ૧૬ વર્ષથી તે એપાર્ટમેન્ટમાં ખાખરા-પાપડ વેચવા માટે જતો હોવાનું ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ, જે.આર.પટેલે જણાવ્યું હતું.

(8:00 pm IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST