Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બોરસદ તાલુકાના નાપાવાંટામાં પૈસાની બાબતે હિંસક હુમલો

બોરસદ: તાલુકાના નાપાવાંટા ઈન્દિરા કોલોનીમાં ગઈકાલે સવારના સુમારે ઢાળીયા સાફ કરવાની મજુરીના પૈસા બાબતે એકને માથામાં વચ્ચે ધારીયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર જુમ્મા મસ્જીદ પાસે રહેતા રણજીતસિંહ ઉદેસિંહ રાણાના પુત્ર સમીરને ઢાળીયા સાફ કરવાના મજુરીના પૈસા આપવા બાબતે માર મારવાની ધમકી અંગે ઠપકો કરતાં અમરસિંહ જીતસિંહ રાણા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલતો હોય રણજીતસિંહે ગાળો બોલવાની ના પાડી હતી જેથી નજીકમાંથી ધારીયું લઈ આવ્યો હતો.

અમરસિંહનું ઉપરાણુ લઈને ઈમરાન અમરસિંહ રાણા, આરીફ અમરસિંહ રાણા તથા રૂપબા અમરસિંહ રાણા આવી ચઢ્યા હતા અને રણજીતસિંહને પકડી રાખતાં અમરસિંહે માથામાં વચ્ચેના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.

(7:59 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST