News of Monday, 16th April 2018

હવે દીકરીઓને દાંડીયાની સાથે સાથે કરાટે કલાસ પણ કરવા પડશેઃ સુરતમાં હાર્દિક પટેલ

રાજ્યમાં રોજ ૪-૫ બળાત્કારના કિસ્સા બની રહ્યા છેઃ કેટલાક નોંધાતા પણ નથી સરકારમાં બેઠેલા નપુંસક!!

સુરત તા. ૧૬ : જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં નિર્દોષ બાળા પર તયેલા બળાત્કારના વિરોધમાં હાર્દિક પટેલની આગેવાનીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલાઓ સહિત ૨૫૧ જેટલા યુવાનોએ હાર્દિક પટેલ સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા અને બળાત્કારની ઘટનાઓ પ્રત્યે સરકાર સામે નારાજગી વ્યકત કરી લોકોને જાગૃત થવાની અપીલ કરવામાં આવી.

મળતી માહિતી મુજબ, દેશમાં નાની બાળાઓ પર થઈ રહેલા બળાત્કારના વિરોધમાં લોકોને જાગૂત કરવાના ઉદ્દેશ્યથી હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ખોડીયાર માતાના મંદિરેથી બેચી બચાવો ગાર્ડન સુધી રવિવાર રાત્રે ૯.૩૦ કલાકે કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી જેમાં હાર્દિક પટેલ સાથે ૨૫૦ જેટલા યુવક-યુવતીઓ જોડાયા હતા.

આ રેલી દરમ્યાન હાર્દિક પટેલે બાળાઓ તથા મહિલાઓ પર થતાં બલાત્કાર મામલે સરકાર પ્રહાર કરતા કહ્યું કે, ૧૧ વર્ષની દીકરી સાથે સાત દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો તે ખુબ દુખની વાત છે, હું એટલું કહીશ કે દોષીતોને ફાંસીએ ચઢાવવામાં આવે. તેણે ભાજપ સરકાર પ્ર પ્રહાર કરતા કહ્યું કે, આ બધા વચ્ચે એ વાતનું દુખ થાય છે કે ભાજપે આરોપી ધારાસભ્યને હજુ સુધી સસ્પેન્ડ નથી કર્યો.

હાર્દિકે પીએ મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, ૫૬ ઈંચની છાતી વાળા પીએમ હજુ આ મુદ્દે કઈ બોલી નથી રહ્યા. હવે દિકરીઓને આ દેશમાં ડાંડીયાના કલાસની જગ્યાએ કરાટેના કલાસ પણ કરાવવા પડશે, કારણ કે આ લોકો એટલા નપુંસક બનીને સરકારમાં બેઠા છે. રાજયમાં રોજે રોજ ચાર-પાંચ બળાત્કારના કિસ્સા સામે આવતા હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓની ફરિયાદ પણ નથી થઈ. તો સરકારને એટલું કહીશ કે, આવા નરાધમો સામે જરૂરી કડક પગલા ભરે.

હાર્દિકે અંતમાં કહ્યું કે, આજે અમે અહીં સરકારનો વિરોધ કરવા નથી આવ્યા, પરંતુ દેશના લાખો કરોડો મા-બાપને જગાડવા માટે ભેગા તયા છીએ. કેમ કે સરકાર તમારૂ માનતી નથી, તો પહેલા તમારે જાગૃત થવું પડશે.(૨૧.૪)

(11:47 am IST)
  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST