Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

એરીયર્સના મુદ્દે વિજ કર્મચારીઓ ૧લી મેના રોજ રાજ્યભરમાં દેખાવો - આંદોલન કરશે

અંબાજી ખાતે મળેલ મીટીંગમાં નિર્ણય : કર્મચારીઓને જાણ કરી દેવાઇ

રાજકોટ તા.૧૬: ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘ સાત ઝોનના કર્મચારીઓની એક બેઠક અંબાજીમાં યોજાઇ હતી. જેમાં કામદારોના એરિયસ જેવા પડતર પ્રશ્નોને લઇ કર્મચારીઓ નારાજગીનો સુર ઉઠ્યો હતો.  વીજ કામદારોના ૩૦ એપ્રિલ સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહી આવે તો ૧લી મે ના મજદુર દિને આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે. જેમાં રાજ્યભરમાં સર્કલો ઉપર દેખાવો કરી ગાંધી ચિધ્યા માર્ગે જી.ઈ.બી.ના કર્મચારીઓ કરશે આંદોલન તેવો નિર્ણય લેવાયો હતો.

 આ મુદ્દે આજે દરેક રાજ્ય કર્મચારીઓને જાણ કરી દેવાઇ હોવાનુૅ યુનિયન આગેવાનોએ ઉમેર્યુ છે.

 

(11:46 am IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST