Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સુરતમાં હેવાનિયતનો ભોગ બનેલી બાળકીનો કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો

બાળકી અને તેનો પરિવાર પરપ્રાંતિય હોઈ શકે: બાળકી ઓરિસ્સા અથવા બંગાળની હોવાની આશંકા : ઓળખ માટે 1200 જેટલા પોસ્ટર્સ લગાવ્યા

સુરતના પાંડેસરામાં હેવાનિયતનો ભોગ બનેલી 11 વર્ષની બાળકી અને તેના પરિવારને પોલીસ હજુ સુધી શોધી શકી નથી.ત્યારે પોલીસે સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપ્યો છે શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું હતું કે બાળકી અને તેનો પરિવાર પરપ્રાંતિય હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં બાળકી ઓરિસ્સા અથવા બંગાળની હોવાની આશંકા છે. તેની હત્યા સુરત બહાર કરી મોડી રાતના લાશ ફેંકવામાં આવી હોઈ શકે છે.
   પોલીસ કમિશનરે સ્વીકાર્યું છે કે બાળકીના શરીર પરથી મોટી સંખ્યામાં ઘાના નિશાન મળી આવ્યા છે. તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. અને બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે બાળકી અને તેના પરિવારની ઓળખ માટે 1200 જેટલા પોસ્ટર્સ લગાવ્યા છે. બાળકીની ઓળખ કરવા માટે ગુમ થયેલા આઠ હજાર બાળકો સાથે સરખામણી કરવામાં આવી છે.      ગુજરાત અને ગુજરાત બહાર ત્રણ રાજયોના ગુમ બાળકોની પણ ઓળખ કરવામાં આવી છે. પાંચમી એપ્રિલની રાતના હાઈવે પરથી પસાર થયેલા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠી એપ્રિલે સવારે પાંડેસરામાંથી રસ્તા પરથી બાળકીની લાશ મળી આવી હતી.

 

(11:24 pm IST)