Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

યુદ્ધમાં જીતેલી કચ્છની 300 ચો,કી,મી, જમીન પાકિસ્તાન પાસેથી પાછી મેળવવા માંગણી

કચ્છ સત્યાગ્રહના સાક્ષીઓએ ધર્મશાળા બોર્ડર વોર મેમો,ખાતે ઠરાવ કરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મોકલ્યો

યુદ્ધમાં જીતેલી કચ્છની 300 ચો,કી,મી, જમીન પાકિસ્તાન પાસેથી પરત મેળવવાં માંગણી ઉઠી છે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા પ્રથમ યુધ્ધમાં કચ્છ જિલ્લાની પશ્રિમી સરહદની ૩૦૦ ચો.કિ.મી. જમીન તા.૯-એપ્રિલ-૧૯૬૫નાં દેશનાં જાંબાઝ જવાનોએ  જીતી લીધી હતી. તે જમીન તે સમયે કેન્દ્ર સરકારે બ્રિટનનાં મધ્યસ્થી ટ્રિબ્યુનલની સ્થાપનાં કરી કચ્છ કરાર કરી ૩૦૦ ચો.કિ.મી.જમીન એક ઝાટકે પાકિસ્તાનને પરત આપી દીધી હતી. તે જમીન પરત મેળવવાની માંગણી કચ્છ સત્યાહગ્રહનાં સાક્ષી રહેલા લોકોએ તાજેતરમાં ધર્મશાલા બોર્ડર વોર મેમોરીયલ ખાતે ઠરાવ કરીને તે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મોકલી આપ્યો છે.
    કચ્છ સત્યાગ્રહને તા.૯ એપ્રિલનાં ૫૦ વર્ષ પૂર્ણ થતા કચ્છ સત્યાહગ્રહ મંડળનાં કાંતિલાલ વી .ભાવસાર સહિતનાં કચ્છીજનોએ ધર્મશાલા બોર્ડર વોર મેમોરીયલ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. 
આ ઉપરાંત ફરજ બજાવતા જવાનોના હોંશલાને બુલંદ કરવા ઉપરાંત જવાનોનાં વેલફેર ફંડમાં ૨૧ હજારનો ચેક કે.વી.ભાવસારે અર્પણ કર્યો હતો. ભેડીયાબેટ, વિઘાકોટ સહિતની પોસ્ટ ઉપર ફરજ બજાવતા જવાનોને મીઠાઈ અર્પણ કરી હતી. 
કચ્છ મા ભોમની ૩૦૦ ચો.કિ.મી.ની જમીન છાડબેટ, કંજરકોટ, ટ્રિબ્યુનલનાં ચુકાદા મુજબ કચ્છ કરાર થતાં તે જમીન પરત મેળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

(9:18 am IST)