Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કણભા-કઢલાલ હાઈવે બન્યો ગોઝારો : કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ચારના મોત

સમીસાંજે ડિસ્કવર બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર : બાઇકના ફૂરચેફૂરચા ઉડ્યા : કાર પલ્ટી ખાઈ ગઈ

 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કણભા-કઢલાલ હાઈવે પર સમી સાંજે જીજે18 પાર્સિગના ડિસ્કવર બાઈક અને જીજે27 સી 7599 નંબરની સ્કોરપીઓ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો  જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.
   અકસ્માત સર્જાતા બાઈકના ફૂરચેફૂરચા ઉડી ગયા છે, જ્યારે સ્કોરપીઓ કાર અકસ્માત સર્જી પલટી મારી ગઈ હતી. કઠલાલ-કણભા હાઈવે અમદાવાદથી મધ્ય ગુજરાત-ડાકોર જવા માટેનો મેઈન હાઈવે કહેવાય છે, સમી સાંજે રોડ પર અકસ્માત સર્જાતા, વાહનચાલકોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
    અકસ્માતની ઘટના બનતા રસ્તે જઈ રહેલ લોકોએ તત્કાલિન 108 એમ્બ્યુલન્સ અને પોલીસને અકસ્માતની જાણ કરતી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃત્યુ પામનાર લોકોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના ઘટના સ્થળ પર જઈ ટ્રાફિક હળવો કરી, અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

(12:44 am IST)
  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST