News of Monday, 16th April 2018

કઠુઆ-ઉન્નાવ અને સુરતમાં હેવાનિયતભર્યા રેપની ઘટનાઓના વિરોધમાં રાજ્યમાં આક્રોશ : અમદાવાદ સુરતમાં કેન્ડલ માર્ચ : દરિયાપુરમાં જમિયત ઉલમા દ્વારા માનવ સાંકળ રચી મૌન ધરણાં

અમદાવાદ : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ કરી મોતને ઘાટ ઉતારવાની, ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય  દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારવાની અને સુરતમાં પણ 8 વર્ષની બાળકી પર ગેંગરેપ બાદ તેની હત્યાને લઈને રાજ્યમાં લોકોનો  રોષ ફાળી નીકળ્યો છે. સમાજ માટે શરમજનક ઘટનાના વિરોધમાં અમદાવાદ અને સુરત શહેરમાં ક્યાંક કેન્ડલમાર્ચનો કાર્યક્રમ રખાયો હતો તો ક્યાંક રેલી કાઢવામાં આવી હતી.
દરિયાપુર વિસ્તારમાં જમિયત ઉલમા દ્વારા માનવ સાંકળ રચી મૌન ધરણાં યોજવામાં આવ્યા હતા. જ્યારે શહેરના નિકોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. આ કેન્ડલ માર્ચમાં પાસનો હાર્દિક પટેલ પણ હાજર રહ્યો હતો.

(1:01 am IST)
  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • BSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST