Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બુલેટ ટ્રેન દોડાવવા દરિયામાં 21 કિલોમીટર કામ કરશે જાપાની કંપની

અમદાવાદ :સરકારે વર્ષ 2022 સુધીમાં બુલેટ ટ્રેન પાટા પર દોડાવવાની યોજના બનાવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાંથી 194 ગામોની જમીનો લેવામાં આવશે. સૌથી વધુ જમીન વડોદરાના વિસ્તારોમાંથી સંપાદન કરાશે. ભારતના કોન્ટ્રાક્ટરો દ્વારા 460 કિલોમીટરનું કામ કરવામાં આવશે અને જાપાનની કંપની દ્વારા 21 કિલોમીટરનું કામ દરિયાની અંદર કરાશે.
  
સુત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પુર્ણ થાય તે માટે ૩૦થી ૪૦ હજાર જેટલા કર્મચારીઓ રાત-દિવસ કામ કરશે. પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી મળશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનમાં ૧૦ સ્ટાન્ડર્ડ કોચ જેમાં એક બિઝનેસ ક્લાસ હશે. કોચમાં ફૂડ કોમ્પ્લીમેન્ટરી મળશે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 પ્રતિ કલાક કિલોમીટર રહેશે અને આશરે 500 કિલોમીટર અંતર બે કલાકની અંદર પુરુ કરી દેવાશે. સુત્રોના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ વચ્ચે રોજ બુલેટ ટ્રેનની 70 ટ્રીપ થશે.

(8:00 pm IST)