Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વલસાડના પથારી તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા :એકનું મોત :બે ને બચાવી લેવાયા

વલસાડમાં આવેલા પથારી તળાવમાં  નહાવા પડેલા ત્રણ મિત્રો ડૂબવા લાગ્યા હતા.જે પૈકી બેને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક મિત્રનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભોગ દોડી આવ્યું હતું.  યુવાનની લાશને બહાર કાઢી હતી.        
   જાણવા મળ્યા મુજબ વલસાડના પથારી તળાવમાં વલસાડની ગ્રીનપાર્ક વિસ્તારના ત્રણ મિત્રો ન્હાવા માટે ગયા હતા. દરમિયાન ત્રણેય મિત્રો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બચાવો બચાવોની બૂમાબૂમ થઈ ગઈ હતી. દરમિયાન ત્યાં જ કામ કરતી મજૂર મહિલાઓ ત્રણેય મિત્રો પૈકી બે મિત્રોની બચાવી લીધા હતા. જોકે, એક યુવાન ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને યુવાનની લાશની શોધખોળ કરી બહાર કાઢી હતી

 

(9:17 am IST)