Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ખેતી માટે નર્મદાનું પાણી વધુ ર૦ દિ' અપાશેઃ'કોરોના' સંદર્ભે કોંગી ધારાસભ્યોની 'તપાસ' કરાશે

માસ્કના કાળાબજાર કરે તેની સામે પગલાઃ સરકારની સ્પષ્ટ વાત

ગાંધીનગર તા. ૧૭ :.. ગુજરાત સરકારે નર્મદા અને કડાણાનું પાણી વધારે દિવસ છોડવાનો નિર્ણયકર્યો છે. આજે વિધાનસભામાં માંગણીઓ પર જવાબ આપ્યો હતો. ખેડૂતોને સિંચાઇ માટે ગુજરાતના ખેડૂત આગેવાનો, ધારાસભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી ૧પ થી ર૦ દિવસ પાણી આપવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળયો છે.

તા. ૧૯-૩-ર૦ થી નર્મદાનું પાણી સિંચાઇ માટે બંધ કરવાનું હતું તેને બદલે ર૦ દિવસ વધુ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લીધેલ છે.કોરોનામાં માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરના કાળા બજાર કરનારા સામે આકરા પગલા લેવામાં આવશે. વિધાનસભામાં પ્રવેશતા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યોની ચકાસણી કરવાની બાબત અધ્યક્ષના હાથની છે. માટે આ અંગે અધ્યક્ષ જે નિર્ણય કરશે તેમ થશે.

(4:27 pm IST)