Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સુરતમાં સીટી બસના કંડટરે ટિકિટ મામલે મહિલાને ગાળો દેતા અતે માર મારતા મામલો પુણા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો

સુરત : અહીંની સીટી બસના અેક કંડટરે મહિલા પાસે ટિકિટનાં છુટા પૈસા આપવા કહ્યું પરંતુ મહિલા પાસે છુટા પૈસા ન હોવાની દેવાની ના પાડી તે સાંભળી બસના કંડટરે મહિલા સાથે માથાકુટ કરી તેણીને ભાળો ભાંડી અને માર મારતા મહિલાઅે આ મામલાની ફરીયાદ સીટી બસ ઓફિસમાં કરી પરંતુ સીટી બસ ઓફિસે કંડકટને નોકરીમાંથી કાઢી મુકી ફરી નોકરીમાં લેતા મહિલાઅે આ મામલે પુણા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોધાવી.

મળતી માહિતી મુજબ  ભાઠેનામાં ઉમીયા મંદિરની પાછળ પંચશીલ નગર ઝુપડપટ્ટીમાં રહેતા મેહરૃનિશાબેન જાંગીરભાઇ શેખ પૂણા પાટીયા વિસ્તારમાં ફુજીયોથેરાપી સેન્ટરમાં દરરોજ કસરત કરવા આવતા હતાં. ગત તા.૧૪ માર્ચના રોજ કરસત કરીને ભક્તિધામ બીઆરટીઆસ સ્ટેશન પાસેથી બ્લુ કલરની સીટી બસમાં ઘરે જવા બેઠા હતાં. મહેરૃનિશાબેને ટીકીટ ખરીદવા બસ કંક્ટર નરેશ પરદેશીને રૃા.૧૦ આપી બાકી બચેલા પૈસા પરત માંગતા નરેશ તેની સાથે તોછડાઇ ભર્યુ વર્તન કર્યુ હતું. નરેશે ઉષ્કેરાઇને મેહરૃનિશાબેનના માથામાં ટીકીટ મશીન મારી દીધુ હતું.

તેણીએ સીટી બસ મેનેજરને ફરિયાદ કરતા નરેશને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. પરંતુ, થોડી દિવસ બાદ તેને ફરિથી નોકરીમાં રાખવામાં આવતા મહેરૃશાબેને શુક્રવારે નરેશ વિરૃદ્વ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતાં. પુણા પોલીસે ફરિયાદના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

(1:01 am IST)