Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વીંઝોલ ગામના લોકો ખરાબ ગેસથી પરેશાન : કેમીકલ વાળા પાણીને બાળવાનું કામ કરતા યુનિટ દ્વારા હવામાં ગેસ છોડતા લોકોના સ્‍વાસ્‍થ્‍યને અસર પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને ફરીયાદ

અમદાવાદ:વીંઝોલ ગામના લોકો ખરાક ગેસથી પરેશાની અનુભવી રહ્યા છે : કેમીકલ વાળા પાણીને બાળવાનું કામ કરતા અેકમ દ્વારા હવામાં ગેસ છોડાતા લોકોના સ્‍વાસ્‍થ્‍યને અસર થતા આ અંગેની ફરીયાદ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાવમાં આવી છે.

કારખાનાઓના ખરાબ પાણીનો નિકાલ થાય તે માટે વિંઝોલ ગામમાં mee નામનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યુ છે. આ યુનિટ ફેકટરી, કારખાનાનાનું પાણી શુદ્ધ કરે છે. દિવસ-રાત આ કામગીરી ચાલે છે. કેમિકલવાળા પાણી બાળવાને કારણે ખરાબ ગેસ નિકળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઘણી બધી ફેક્ટરીઓના ખરાબ પાણીને બાળવામાં આવે તો કેવો ગેસ નીકળતો હશે તે વિચારો? ગેસના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ છે. ઘણીવાર લોકોને વોમીટ થાય છે. ચક્કર આવે છે. રાત્રે તો અતિશય દુર્ગંધ આવે છે. નજીકમાં કોર્પોરેશન સંચાલિત શાળા આવેલી છે. વધુ દુર્ગંધ આવે ત્યારે સ્કુલને વહેલી છોડી દેવામાં આવે છે. વીંઝોલ ગામના લોકોનું માનીએ તો આ એકમ માનવ વસ્તી નજીક છે અને શાળા પણ નજીકમાં છે તો તેને મંજૂરી કઈ રીતે મળી? ગ્રીન એન્વાર્મેન્ટના ઉદેશને આ એકમ પાર પાડતુ નથી.

આ અંગે ગ્રામજનોએ વીંઝોલ ગામ સમિતિ બનાવી મુખ્યપ્રધાન, પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, તેમજ અન્ય અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. પણ કોઈ પ્રત્યુતર મળ્યો નથી ત્યારે હવે ત્રાસેલા વીંઝોલ ગામના રહીશો આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સુત્રોનું માનીએ તો આ અંગે તપાસ કરી દેવામા આવી છે અને રીપોર્ટ પણ તૈયાર કરી દેવાયો છે.

(12:39 am IST)